________________
પ્રવચન ૨૧ મું
૧૮૩
w
પ્રવચન ૨૧ મું
સં. ૧૯૯૦ અષાઢ વદી બીજી ૧૨ સેમ ઘર્મરત્ન માટે ત્રણ ગતિ નકામી
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં કથા આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ જ દુર્લભ છે, અહીં શંકા કરી ગયા કે આ ગ્રંથમાં ધર્મરત્નનું નિરૂપણ કરવું છે, તો ધર્મરત્નની યોગ્યતાને નિર્ણય કરવા ૨૧ ગુણ કહેવા વ્યાજબી હતા. વચમાં મનુષ્ય ભવની દુર્લભતા લાવવાની જરૂર ન હતી, પણ ચારે ગતિમાં ધર્મરત્નને લાયક કેઈપણ ગતિ હોય તો કેવળ મનુષ્યની જ ગતિ છે. બીજી ત્રણ ગતિમાં સમ્યગ્દર્શન કે જ્ઞાન એ બે જ રહેલા છે ને તે મોક્ષમાં ઉપયોગી છે. સમ્યગદર્શન અને જ્ઞાન વગર કેઈપણ ચારિત્રવાલે મોક્ષે જ નથી. તેથી ચારિત્રની માફક સમ્યગદર્શન અને જ્ઞાન ઉપયોગી છે, નિરૂપયેગી નથી, છતાં તેને લાયક નારકી તિર્યંચ અને દેવતા છે. એ કબૂલ્યું ચાવત્ તિર્યંચની ગતિમાં દેશવિરતિ રૂપ પાંચમું ગુણઠાણું નક્કી કરે છે, તિર્યંચગતિમાં જ્ઞાન દર્શન અને દેશ વિરતિ કબૂલ કરો તે એ ત્રણમાં ધર્મ કેમ ન માનવે? જે જરૂર ન હતી તો અહીં અપાર સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, એ કહેવું અપ્રાસંગિક હતું. ધર્મરનને એકલા મનુષ્ય સાથે સંબંધ નથી, સમ્યગજ્ઞાન, દર્શન પણ ધર્મરત્નનો એક ભાગ છે. દેશવિરતિ તિર્યંચ ગતિમાં હોય, એ પણ ધર્મરત્નનો અંશ છે, માટે મનુષ્ય માત્રની દુર્લભતા ન રહી, આ શંકાના સમાધાનમાં ઈશારો કર્યો હતો. છેકરો સ્કૂલમાં નામું શીખે, રકમો સાચી ઉતારે, પણ નામું ખોટું ઉતારે હજાર-પાંચસો બેંતાલીસ, સુડતાલીસ, વિગેરે જમે ઉધારમાં મેળવવાની બરોબર, પણ જેને ખાતે જમે કર્યા હોય કે ઉધાર્યા હોય તેમાં આપવા લેવાના હોતા નથી. જોખમદારી કે જવાબદારી એ લેતો નથી. શીલક સરવાળે સાચું હોય, આંકડે, રકમ સાચી પણ નામું શીખવા તરીકે હોવાથી ખોટું, તેમ દેવતા, નારકી, તિર્યંચમાં નામું આંકડા બરોબર પણ નામે બરાબર નથી. એમ નારકી, દેવતાની ગતિમાં, સમ્યગદર્શન અને જ્ઞાન છે, પણ વૃત્તિની જોખમદારી, જવાબદારી બની શકતી નથી. આશ્રવ