________________
પ્રવચન ૨૦ મું
૧૮૧ જુએ તો મહારાજ અભિમાની છે. એમ કહી ઘો છો, શ્રેણિકે પ્રસન્નરાજર્ષિને વંદન કર્યું. પ્રસન્નચંદ્રરાજષિએ સામું ન જોયું તો અહો કેવા ધ્યાનમાં મગ્ન છે-તેમ ધ્યાનનું અનુમોદન કર્યું. શ્રેણિક સરખા રાજાએ સંધ્યાકાળે પોતાની નગરીમાં આવેલા પ્રસન્નચંદ્રરાજર્ષિને વંદન કર્યું ને તેણે સામું ન જોયું તો તે તરફ અનુમોદના કરી. આપણે વંદન કરવા જઈએ ને મહારાજે સામું ન જોયું હોય તો મહારાજને ન્યાલ કરવા જઈએ છીએ. વસ્તુસ્થિતિ કેમ લક્ષ્યમાં આવતી નથી? વિચાર કરો ! જીરણ શેઠ ચાર ચાર મહિના સુધી આંટા ખાય છે, બેસે છે, ભગવંત સામું જુવે નહિં; વાત પણ નહીં, પણ તે પારણાની તૈયારી દેખી ઘેર ગયે. મહાવીર ભગવાનને ચાર જ્ઞાન પર તેને ભરોસો હતો. પરિણામ સંપૂર્ણ ભગવાને જાણ્યા છે. ગોચરી જાય છે છતાં મહાવીર મહારાજે નવીન શેઠને ત્યાં પારણું કર્યું–તેમ સાંભળ્યું છે. આ વખતે શું થાય ? મહારાજને બોલાવવા આવ્યા, તમારે ત્યાં ન આવ્યા ને બીજે ગયા તો તમને તે વખતે કેમ થાય છે? તે વિચારો ને છરણ શેઠની હકીકત વિચારે. મન:પર્યવજ્ઞાની ઉપગ મેલે તો તે જાણી શકે. જીરણ શેઠનું ઘર કયાં તે જ્ઞાનથી જોવાની જરૂર નથી. ઉપગ મૂકવાની જરૂર નથી એ મુધાદાઈ છે કે કેમ ? તે સાધુએ જોવાનું નથી. નવે શેઠ મુધાદાઈ ન હતો તેથી તેને દ્રવ્યવૃષ્ટિને જ માત્ર લાભ છે. બીજે લાભ નથી. અહીં મહાવીર ભગવાન નિરપેક્ષતાથી નીકળ્યા છે. પારણું થઈ ગયું. ચાહે ત્યાં જવાય, ચાહે ત્યાં પારણું થાય, છતાં આ સ્થિતિ છે. જીરણ શેઠની ભાવના સમયે દેવદુંદુભિ વાગી. છરણ શેઠે સાંભળી. મહાવીર મહારાજ, મહારાજ નહીં—એમ જી રણશેઠના મનમાં આવ્યું ન હતું. પારણું થઈ ગયું સાંભળ્યું તો જ્ઞાની મહાપુરુષો ભાવ જાણું શકતા હતા તેમ વિચાર્યું, આપણામાં ને જીરણ શેઠમાં કેટલો તફાવત છે, તે આ કહેલી હકીકત ઉપરથી વિચારી લેજે. આપણે એક વખત આપણું ધાર્યું ન થયું તો કેવા મહારાજના વિરુદ્ધ થઈએ છીએ? મહારાજે આટલુંએ ન માન્યું. પરિણતિઓ કયાં રહે છે તે તપાસો, આપણે છાછરી સ્થિતિઓ થાય છે. અહીં ત્રણ ત્રણ પહેર સુધી ચાર મહિના તક મુંગા બેસી રહેવું. તેઓ જ્ઞાની હતા તેથી પૂછવાનું ન હતું. સીધા જઈ શકે તેવા હતા. કુતરાનું નાક એવું જબરૂ હોય કે અજાણ્યા ભાતુ મૂકે તો પણ કુતરૂં સીધું ત્યાં ચાલ્યું આવે. નાકથી તરત માલમ પડે, આ દષ્ટાંતથી સમજવાનું કે ભગવાનને