________________
૧૮૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પહેલા કાળમાં દરેક ઘરમાં ભાત પાણી પ્રચૂર વધેલા જ હાય. ત્યાં શુદ્ધ ગોચરીને વખત રહેતો. અનુકંપા-મહેમાન સમાવાને વખત છે, અહીં અનુકંપા મહેમાન કે શુદ્ધને વખત ક્યાંથી લાવવો? હવે પાણીમાં ચાલીયે. પ્રાચીનકાળમાં ગાયના ગોકુળ ઉપર રિદ્ધિ ગણાતી. ફલાણશેઠને આટલા ગોકુળ; દસ હજાર ગાયનું એક ગોકુળ તે ગોકુળવાળાને ઘેર જોઈએ તેટલું ગરમ પાણી હોય, કારણ? છાસમાં નાખવા, ગળી સાફ કરવા ઉનું પાણી જોઈએ. જાનવરને ધોવા માટે ઊના પાણું હોય, પાંચ-સાત હાંડા તે તૈયાર હોય, પછી તેમાં દષિતને સંભવ નથી. પણ અહીં તમારે ઉનું પાણી પીવું મુશ્કેલ, પાડોશી પાણી માંગે તો પાણું પીવા જેટલું છે ત્યાં શું થાય ? કેઈ એકાસણું કરવા આવ્યું હોય તો પહેલેથી કહેવું હતુને? વધારે ઉકાળત.
ખાદિમ. સ્વાદિમને સાધુએ ઉપયોગ કરવાનું નથી, પણ કદાચ જરૂર પણ પડે. પણ મહેમાન આવે ત્યારે ફલાણું દુકાનેથી લઈ આવો ! તેમ કહે છે. ગૃહસ્થીના ઘરમાં અગાઉ બધી વસ્તુ સૂઝતી મળતી હતી.
હવે વસ્ત્ર પાત્રને અંગે વિચારીએ. તમારે ત્યાં માટીના લાકડાના કે તુંબડાના પાત્ર પણ ન રહ્યાં, કપડાને અંગે તમારે કોરવાળા કપડા કરી દીધા. જે પ્રાચીન કાળમાં આખો પહેરવેશ કામ લાગતો હતો. ૫૦ વરસ પહેલાં કેર કઈ? તે સમજો. કસબી કોરે ચેડેલી હોય કે જે કામ પડે ત્યારે ઉખેલી નંખાય તેવી. તે જગપર આજે બાઈઓને તથા ભાઈઓને ફેન્સી કેર છાપેલી વિગેરે જોઈએ છીએ. તો તે વસ્ત્રદાનની શદ્ધિ શી રીતે સચવાય તે વિચારે. આવી રીતે અશન, પાન, ખાદીમ, સ્વાદીમ, વસ્ત્ર, પાત્ર વિગેરેમાં દોષને સંભવ આજકાલ વિશેષ જોવાય છે, તેથી સાધુઓને તે તે વસ્તુઓ નિર્દુષણ મળવી મુશ્કેલ કરી દીધી છે. જીરણ શેઠની સ્થિતિ અને ભાવના
પ્રાચીન કાલમાં જીરણ શેઠનું બગડ્યું ન હતું? પેલા મૌનદષ્ટિ કરે, જેવા આવ્યા તેવા પાછા જાય, ચાર મહિના સુધી જાય તે કેમ ટકાતું હશે? આજકાલ તો અહીં વંદન કરવા આવ્યા. તે વખતે મહારાજ સામું ન