________________
૧૪૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૭મું ૧૯૯૦ અષાડવદી ૮. ગુરુ તા. ૨-૭-૩૪ મહેસાણા. શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા. ભવ્ય પ્રાણીઓના ઉપગારમાટે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા થકાં જણાવી ગયા કે–આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. કદાચ એમ શંકા થશે કે આ જીવને આ ભવ અને જન્મની વાતનો ખ્યાલ નથી તે અનાદિને ખ્યાલ કયાંથી આવે ? માટે અનાદિની વાત છેડી દ્યો. સીધે ધર્મોપદેશ આપે. અનાદિની વાત અમારી પાસે કરવી તે ભેંસ આગળ ભાગવત છે. ગર્ભમાં નવ મહીના રહ્યા પણ તે વાતને સ્પષ્ટ ખ્યાલ નથી. જેવી રીતે સમજણની અવસ્થામાં વિંછી આદિ બીજી વસ્તુને ખ્યાલ આવે છે તેમ નવ મહિનાની ગર્ભની દશાને સમજણી દશામાં ખ્યાલ આવ્યું હતું, તો ફેર ગર્ભમાં ન આવું તેને રસ્તે શોધત. કોઈને કહેવું ન પડત કે જન્મ જરા મરણના દુઃખને નાશ કરવા પ્રયત્ન કરો. પોતાની મેળે જ તેવા રસ્તાઓ બંધ કરવા પ્રયત્ન કરતે. જે આપણને ખ્યાલ હોત તો ધર્મ ઘડી પણ છોડી ન શકીએ અને પાપમાં લગીર પણ પ્રવૃત્તિ ન કરત. ગર્ભની અવસ્થામાં મતભેદ નથી. બીજાએ ઈશ્વર માન્ય, કીશ્ચિયનેએ ઈશ્વર મા, તેણે બાપ ન મા પણ મેરી નામની માતા માની. માને શા માટે માનવી પડી ? કારણ કે ગર્ભમાં રહ્યા વગર જન્મ થતો નથી. ઈશ્વર તરીકે માતાને ગર્ભમાં રહેવું પડે છે અને જન્મ લેવું પડે છે. ગર્ભ સિવાય કે જન્મ સિવાય એકે મત ઈશ્વરને માનતો નથી. ગર્ભમાં ઈશ્વરે પોતામાટે શક્તિનો ઉપયોગ કર હતો કે નવ મહિના ઉંધે મસ્તકે લટકાવું ન પડે. આપણે મનુષ્ય થવાના ત્યારે ફેર નવ મહિના ગર્ભમાં રહેવું પડશે. સમુછમને સમજણ નથી પણ જન્મને અંગે દુઃખસ્થિતિ તે ખરી. શરીર તૈયાર કરવું તેમાં દુઃખસ્થિતિ તે છે જ. ગર્ભમાં રહ્યા તે જાણીએ છીએ. જન્મ પામ્યા છીએ પણ તે વખતને ખ્યાલ -સ્મરણ આપણને નથી. માતાનું દૂધ પીધું છે, ધૂળમાં આળેચ્યા છીએ પણ આ અવસ્થાઓને મને ખ્યાલ નથી, તો પછી ગયા ભવની વાત છે તે ખ્યાલમાં હોય જ ક્યાંથી ? જે ગયા ભવની વાત ખ્યાલમાં ન હોય તે અનાદિકાળની વાત કરો તે તે સમજણમાં આવે જ શી રીતે ? માટે અનાદિની વાત અમારી પાસે કરે તે