________________
પ્રવચન ૧૮ મું
૧૫૯
દરકાર વગર પાપની દરકાર વગર ઈશ્વરે જગત કર્યું એમ હાંયે જ જાય છે.
સ્વભાવમાં સવાલને અવકાશ નથી :
જ્યાં ઈશ્વર જગતકર્તા ન માનતા કર્મને સ્વભાવ માળે, કઈ વસ્તનો સ્વભાવ માનીએ પછી તેનું પર્યવસાન હેતું નથી. પાણી તરસ મટાડે તેનું કારણ ? તપાવેલું તેનું પીએ તે તરસ મટાડે કે નહિં ? પાણીને તરસ મટાડવાને સ્વભાવ છે, સ્વભાવમાં સવાલને અવકાશ નથી. કરમનો તેવો સ્વભાવ હોય તે બંધાય અને તત્કાલ ફળ આવે જ નહિં, બીજ વાવ્યા સાથે વનસ્પતિ તૈયાર થતી નથી. નહીંતર જગતમાં કઈ ભૂખ્યું મરત નહીં. તત્કાળ ફળ થતા હોય તો કઈ ભૂખે મરે નહિ. વચમાં ટાઈમ જોઈએ. અનાજને પરિપક્વ દશા થતા વખત જોઈએ. રંધાતા ટાઈમ જોઈએ જ. તેમ કમને પણ ફળ દેતા અમુક ટાઈમ જોઈએ. થોડું રાંધવું હોય તો થોડે ટાઈમ ને વધારે રાંધવું હોય તે વધારે ટાઈમ જોઈએ. જુવાર-કઠોળ-ઘઉં કેટલા દિવસે તૈયાર થાય છે ? બાહ્ય પદાર્થોને પરિપક્વ થવામાં ટાઈમ જોઈએ પણ બાંધેલા કરમને પણ ફળ દેવાને-પરિપક્વ થવાને ટાઈમ જોઈએ. અમુક દહાડે જ પાકે તે નિયમ નથી. અહીં કર્મના સ્વભાવે છે કે અમુક મુદતે અમુક કર્મ ઉદય આવે. શુભ કે અશુભ કર્મ બંધાય તે કાળાંતરે પાકવાવાળું છે. આથી ધર્મથી અધર્મથી દુનિયાદારીના સયાગેમાં સારાપણું કે ખરાબી તરત થતી નથી. પણ કર્મના સ્વભાવ કાળાંતરે ફળવાનો છે. રાયણ વાવી પણ એક સો વર્ષે ફળે. આંબો વાવ્યો તો પાંચ વરસે ફેળે. તેમ પુણ્ય-પાપને સ્વભાવ કાળાંતરે ફળવાન છે. તત્કાળ ફળવાને સ્વભાવ ન હોવાથી પુણ્ય કરીએ કે તરત દુનિયાદારીના સંગની અસર માફક ફળ થતું નથી તેથી બિનજરૂરી ચીજ ધર્મ ગણું છે. ધર્મ કરવાથી કાંઈ હાજતે પૂરી પડે છે ? પાપ કરવાથી કાઈ હાજતોને અડચણો આવે છે ? પુણ્ય કરવાથી હાજતમાં સુધારો થતો નથી ને ન કરવાથી બગાડે થતું નથી. તેમ પાપથી પણું હાજતેમાં અડચણ થતી નથી, તેથી ધમ 'બિનજરૂરી લાગે છે. આ જ કારણથી આત્મા અનાદિકાળથી ધર્મ વગરને રહ્યો છે, ધર્મ જે હાજત પૂરી પાડનાર હતું, પાપ સીધી રીતિએ હાજતોમાં નુકશાન કરનાર હોતે, તે ધર્મ તરફ દોડી જતે ને પાપથી નાસી જતે.