________________
૧૬૭
પ્રવચન ૧૯મું છોકરાને પણ કહીએ છીએ કે રેવા દે, જે કૂટવું–રેવું રેખતો નથી, એ મરી ગએલે સાંભળતો નથી, તો કૃટ છે, છો શા માટે? એકરાર છે કે મારે રેવું કૂટવું. ગમે તેમ જાય તો પણ હવે એ સ્થિતિમાં અહીં જન્મ લીધે એને અંગે કરાર, તેમ નારકીમાં જન્મ લેતા એક કરાર, અનંતગુણી ભૂખ તરસ, અનંતગુણી વેદના, તાઢ, તડકો તાપ એ વેઠવાને એકરાર. જ્યાં કરાર થએલો છે ત્યાં બીજે કરાર નથી. કુટુંબીઓ રેવાને કરાર રાખે છે. વ્રત પચ્ચખાણ કરવાના
સ્વાધીન છે, અહીં સ્વાધીનતામાં તપ કરી સ્વેચ્છાએ દુઃખ ભેળવીએ છીએ. ત્યાં પરાધીનતામાં અનંતુ દુઃખ ભેગવવાનું જ છે. બાપ દેખાડ નહીંતર શ્રાદ્ધ કર :
અહીં વ્રત પચ્ચખાણ કરી શરીરનું દુઃખ ભોગવે, નહીંતર ત્યાં પરાણે અનંતગણું છે તે ભોગવો, આ ભોગવે કે પિલું ભેગ. સ્વાધીનપણે, રાત્રિભેજનનો, લીલેતરીને કંદમૂળને ત્યાગ કરી શકતો નથી, એ નકકી કર્યું તો પછી એ નરકનું દુઃખ લખેલું જ છે. બાપ દેખાડ; નહીંતર શ્રાદ્ધ કર. એમ આ ભવમાં સહન કર, નહીંતર નરકમાં સહન કરવાનું જ છે, અહીં સહનશક્તિ, દેવ ગુરુની જોગવાઈ સાધમિકને સંગ એવી વખતે તપસ્યા કરતા મુકેલ તો જ્યાં અનંતગુણ સુધા, તરસ, ટાઢ તડકે ત્યાં શી રીતે કરી શકવાના ? નરકમાં સમકિતીને વધારે વેદના
અહીં ૧૦૦ વરસ ધરમથી ચૂકી જાવ તો ત્યાં સાગરોપમ સુધી ભેગવવાનું. ત્યાં એવી સ્થિતિ છે કે વ્રત પચ્ચખાણ સ્મરણમાં પણ નહીં લેવાય. સમકિતી હશે તો પણ વેલે ભુંડી શાસ્ત્રોમાં લખે છે કે નારકીમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ હોય? તો કે હેય. વેદના વધારે કોને? સમક્તિીને તો સમ્યગ્દર્શન નારકીમાં પણ હેરાન કરે છે. વાત ખરી પણ જગતમાં આબરૂની અડચણ કોને? સમજુને. આખલાને આબરૂની અડચણ કેટલી? માટે આખલા બનવું સારું ગણે છે? તો અહીં સમકિતીને વધારે વેદના સાંભળી સમક્તિીપણું ખરાબ શી રીતે ? તમે દેખો છો કે માલ ન લીધો હોય કે નફો ન થાય તે બળતરા ન થાય, પણ માલ લીધે એ માલ પાણી મૂલે ફેંકી દીધે, બીજાને અઢળક એ માલની કિંમત આવી દેખી, પણ એમ માને કે જાનેવારીમાં માલ લીધે ને ફેબ્રુઆરીમાં ફૂપે,