________________
પ્રવચન ૧૯ મું
૧૬૫
તીર્થકરની વાણીને અતિશય
બીજા સામાન્ય કેવળજ્ઞાની અને તીર્થકર કેવળજ્ઞાની એ બે કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં કશે ફરક નથી. જેમ તીર્થકર મહારાજ, દેવતાને દેવતાઈ ભાષા, જંગલીઓને જંગલી ભાષા, તીર્થંચને તીર્થ ચિની ભાષામાં સમજાવે છે, તે બીજા કેવળી તેવી ભાષા કેમ નથી કહેતા ? બીજા બોલે તે તીર્થકરની વાણુને અતિશય કેમ કહેવાય? એકલા તીર્થકરને જ એ અતિશય છે. પિતાપિતાની ભાષાપણે પરિણામે તે શબ્દ કેવળીઓ જાણે છે, કેવળી છતાં કેમ નથી કહેતાં? આ શંકા સાહજિક છે, પણ શંકાના સમાધાનને અંગે ભાષાના પરિણમનની જરૂર છે. કઈ વખતે કઈ શંકા થાય તેમાં વતાનું જ્ઞાન કામ ન લાગે, સમાધાનમાં વકતાનું જ્ઞાન કામ લાગે. ઉપદેશકનું જ્ઞાન શંકાકારેના સમાધાનમાં, પણ શંકા ઉઠવામાં વકતાનું જ્ઞાન કામ ન લાગે. શંકાકારોના જેવા સંગ હોય તેવી જ તેને શંકા હોય. ઝવેરાતના વેપારીને ઝવેરાતની શંકા હોય, સોનાના વેપારીને સોનાની શંકા હોય, કાપડિયાને જગન્નાથી કે મલમલની શંકા હોય, ઉત્પન્ન થએલી શંકાના સમાધાનમાં કેવળજ્ઞાની શંકા સમાધાન બંને જાણે. કહે કે કેવળજ્ઞાની મહારાજ શંકા-સમાધાન જાણે પણ શંકા કઈ થવી તે તેમના હાથમાં નથી. જ્યારે અહીં તો તીર્થકરને અતિશય એ વિચિત્ર કે જે શબ્દ તીર્થકર બેલવાના હેય, તેવી જ શંકા શ્રોતાને થાય, તીર્થંકરના નીકળતા વચનમાંથી શંકા થાય.
એક ભીલ હતો. તેને ત્રણ સ્ત્રીઓ હતી, એક જણુએ કહ્યું કે મને તરસ લાગી છે. બીજીએ કહ્યું કે-ગાયન સાંભળવું છે. ત્રીજીએ કહ્યું કેમાંસ ખાવું છે. ત્રણે જુદી ચીજ છે ને? ભીલે ઉત્તર દીધું કે નીિ. આ એક જ ઉત્તરમાં એમ જણાવ્યું કે-રેવર નથી, સ્વર નથી, તેમ બાણ નથી. ત્રણેના પ્રશ્નને એક જ શબ્દમાં ઉત્તર આપે. તો એ શબ્દ બોલવાનું હોય તે વખતે પેલીને પાણીની જ શંકા થાય. પેલીને ગાયનની જ ઈચ્છા હોય, ને પેલીને ખોરાકની જ ઈચ્છા હોય, આ અતિશય કેવળીને આધીન નથી. જે શંકા શ્રોતાને થાય તે તીર્થકરના વચન નીકળે તેવી જ શંકા થાય. તેવી જ શંકા ઉઠાવી તે તીર્થકર નામ કમને અતિશય છે. તેવા વખતમાં કદી જઈ ચડયા તે પ્રતિબંધ પામીએ.