________________
૧૭૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી કર્યો જ છૂટકે. તેમ દેવતા, તિર્યંચ અને નારકી ત્રણે ગતિમાં શીખવવાનું નામું છે, પણ મનુષ્યગતિમાં વહીવટી નામું છે. આમાં જોખમદારી છે. તીર્થકર કેવળી ગણધર ચૌદપૂર્વી યાવત્ સાધુ થાય તે પણ મનુષ્યમાં. આથી મેલ અને તેને માર્ગ મનુષ્યમાં જ થાય. અને તેથી મોક્ષની નિસરણ મનુષ્યપણું જ છે. આજ કારણથી ધર્મરત્નને ઉપદેશ આપતા અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યપણું પામવું દુર્લભ છે. આમાં ધર્મરત્નનું સ્વરૂપ કેવું છે? મનુષ્યપણું દુર્લભ છે એ વિગેરે કહીને શી મતલબ હતી ? ધર્મની પ્રાપ્તિ મનુષ્યપણામાં હેવાથી તેની દુર્લભતા જણાવી તે મનુષ્યપણે આપણને મળી ગયું, પણ બચ્ચાના હાથમાં આવેલો હીરો ચાટવા જ કામ લાગે, કારણ બાળકને સ્વભાવ ચાટવાને છે. એમ આપણે જે દેખીએ તે પાંચ ઇન્દ્રિયના વિષયે. છોકરાને હીરાની કિંમત ઉપગની નથી કે ખબર નથી. તેમ આપણે મનુષ્યપણાની કિંમત તથા ઉપગ સમજતા નથી. માત્ર પાંચ ઈન્દ્રિયના વિષયમાં જ સમજીએ છીએ.
પિતાની મિલકતને વહીવટ કરવાને હક કેને?
જે મિલકતને બરોબર સમજી શકે નહિં, સદુપગ કરી શકે નહિં, તેવાને વહીવટ સોંપાય નહીં. તેને વહીવટ સરકાર કરે છે. કેટલાક વહીવટ જાતે સેપે, કેટલાક ન સેપે તે પ્રજાકીય મનુષ્ય ગેરવ્યવસ્થા થતી દેખી ફરિયાદ કરે, તેમાં દુર્વ્યવસ્થા થાય તે રીસીવર નીમી દે. આ ફરિયાદ કરવાને હક દરેક પ્રજાજનને છે. આમાં જ્યાં સદુપયોગ ન થાય, દુરૂપયોગ થાય તો ? આ મનુષ્યપણાની મિલકતની કિંમત જાણી હોય તો બોલે. દુર્લભતા, જાણી હોય તે બોલો. કહો કે હજુ મનુષ્યભવની દુર્લભતા તમારા મનમાં આવી નથી, એ નથી આવી તે તેને વહીવટ કરવાનો તમને હક નથી. તેમ આને સદુપયોગ કર્યો ? છોકરો હીરો ચાટે ટીચે તે સદુપયોગ નથી. છોકરે હીરો ટચે તેથી સદુપયોગ થયો ન ગણાય. તેમ મનુષ્યના ભવદ્વારાએ પાંચ ઈન્દ્રિયના-વિષયમાં ઉપયોગ કરીએ તો સદુપયોગ ન ગણાય. બજારશાહી કિંમતે વેચાય તો સદુપયોગ ગણાય. તેવી સ્થિતિમાં સમજુંનું કાર્ય છે કે તે મિલકત સત્તાધીશોને સોંપી દેવી. આપણે પણ સેંપીએ છીએ. પૌષધ લ્યો છે, પડિકમણું કરે ત્યારે “બહુવેલ સંદિસાહ? બહુવેલ કરશું” એ આદેશ માગે છે.