________________
પ્રવચન ૧૮મું
૧૬૩ બાબતમાં એક જ છે, મેલવાની બાબતમાં એક જ છે, તેમાં બે મત નથી. ભાડૂતી પણામાં બે મત થશે પણ મેલવામાં બે મત નથી. બહાર નીકળી હરતા ફરતા આ શબ્દ યાદ રહે છે કે મેળવેલું મેલવાનું છે? મેળવવાનું યાદ દરેક વખતે રહે છે.
દૂધ દેખાય છે ડાંગ દેખાતી નથીઃ
બિલાડે દૂધ બરફી તરફ ધ્યાન દે છે પણ ડાંગ તરફ ધ્યાન દેતે નથી, તેમ આ જીવ મેળવવાનું દેખે છે, મેલવાનું દેખાતું નથી. ભીંતમાં લીલી છાયા પડે પણ તે લીલો રંગ થએલો નથી. ઉપાશ્રયમાં બોલાય છે કે મેલવાનું છે. ઘેર તે પાપ કરતાં યાદ આવે છે? મેળવ્યું તે મેલવા માટે જ. તમે જે કંઈ મેળવે તે મેલવા માટે જ. એને જગતનો રિવાજ પડી ગયે, પણ આપવા માટે પણ મેળવી શકાય છે. આ જીવ એવો વિચિત્ર છે કે જાનવર ચારો ચરે, બચ્ચાનું શું ? એને વિચાર જાનવરને ચારામાં હોય નહીં. તેમ આપણે મેળવવા બેઠા છીએ, તેમાં જે નથી રહેવાનું, જે મેલવાનું છે તેમાં ચિત્ત ખેંચ્યું છે, તેથી રાખવાનું કયું ? તેને વિચાર આવતો નથી. અંતઃકરણથી ઉત્કૃષ્ટ ભાવથી કાચી બે ઘડીમાં એટલું મેળવે તે અનંતાકાળ જાય તો પણ તે ખૂટે નહીં. જેમ માતા મરદેવીએ મેળવ્યું. બે ઘડીમાં પહેલે ગુણઠાણેથી ચૌદમે ગુણઠાણે. ત્યાં જે વીતરાગતા-કેવળજ્ઞાન મેળવ્યું તે કઈ દહાડો મેલવાનું નહિં માટે એવું અનંતકાળ સુધી જોડે રહે તેવું મેળવે. જે મેળવીએ છીએ તે મેલવું પડે તેવું મેળવીએ છીએ, પણ મેલવું ન પડે તેવું મેળવવું તે વિચાર થતો નથી. આપણે પાંચની પંચાયતમાં પડયા છીએ. “પંચાતીયાના છોકરા ભૂખે મરે” અહીં આ પાંચની પંચાયતમાં પડે તેથી મેલી દેવાનું જ મેળવે છે. રહી શકે તેવું મેળવતા આવડતું નથી. એવું શું ? તે કે ધર્મરત્ન એ માટે ધર્મ મેળવ્યો તે મેળવ્યે જ મેલવો જ ન પડે, ધર્મ અવિનાશી ચીજ છે. ધર્મથી કંઈ પડી ગયા ધર્મના અધમી થયા, ચૌદ પૂર્વીઓ પણ ધર્મથી પતિત થઈને નિગોદમાં ગયા, તે તમે જ કહો છો. તે જેડે અવિનાશી ચીજ ધર્મ છેતે કહો છો તે શી રીતે ? હવે ધર્મ કેવી રીતે અવિનાશી છે. તે આગળ જણાવાશે.