________________
૧૬૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૯ભું
સંવત ૧૯૯૦. અષાડ વદી ૧૧. શનિ
શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યો છે. તેમાં પ્રથમ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ હતી. ચોરાશી લાખ જીવાનિમાં ચૌદ લાખ ગઈ. સીત્તેર લાખમાં તે મળતું હતું ને ? મનુષ્યભવમાં વધારે શું છે કે તે દુર્લભ છે. ચોરાશી લાખ જીવાયોનિમાં ધર્મરત્વનું સ્થાન હોય તો કેવળ મનુષ્યભવમાં જ છે. બીજી યોનિ ધર્મને લાયક નથી. ઉત્પત્તિ સ્થાનમાં વર્ણ-ગંધરસસ્પર્શ કરી ફરક પડે તે સ્થાન. મનુષ્યભવની મુશ્કેલી જણાવવાનું કારણ એ છે કે ધર્મરત્નની બીજે સ્થાને પ્રાપ્તિ નથી. તિયા-નારકીમાં ધર્મરત્ન પ્રાપ્ત ન થાય તે વ્યાજબી પણ દેવતામાં ધર્મરત્ન કેમ ન મળે? તિર્યંચગતિ–પરાધીનતાનું સ્થાન, રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય પણ માલિક રાત્રિના જ ચારે મૂકતા હોય તે શું કરે ? રાત્રિભજનો ત્યાગ કેવી રીતે કરે? આપણે ભેજનમાં સ્વાધીન છીએ, તે રાત્રિભેજન આદિને ત્યાગ કરી શકીએ છીએ. પરાધીન દશામાં છેડી શકાતું નથી. કંદમૂળ, લીલોતરી, રાત્રિભોજન, કશું પરાધીનતામાં છેડી શકતા નથી. આમ તિર્યંચ ગતિમાં પરાધીનતા તે સાથે વધારે સુધાવાળી તિર્યંચગતિ. બીજું પોતાને વિચાર જણાવી શકવાની સ્થિતિ નહીં. આ બધાં કારણોથી તિર્યંચ ગતિમાં ધર્મ મળ મુશ્કેલ. %ી સમવસરણથી સાંભળે, માને પણ આદરવાનું ન બને. ત્યાં ૧૦૦ હાથ ભર્યું પણ એક તસુ ફાડયું નહીં, તે વેપાર કેટલે થવાને? લાભ કેટલ થવાનો? ૧૦૦ હાથ ભરે. તસુ ફાડે નહિં તે લાભ ન થાય. તેમ ભાગ્ય વેગે તિર્યંચ તીર્થ કરની વાણી સાંભળી જાય. તીર્થકરની વાણી સાંભળનારને મારી ભાષામાં કહે છે એમ થાય
ભગવાનની વાણી નીકળે છે તે દેવતાઓ સાંભળે છે કે મારી ભાષામાં કહે છે તેમ થાય, જંગલીએ તિય સાંભળતી વખતે–એમ સમજે કે મારી ભાષામાં જ ભગવાન કહે છે. આ અતિશય તિર્થકરનો છે.