________________
૧૫૬
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી કાળને સમ્યગ્દર્શનાદિ ઘવાઈ ગયા છે, તે સમજે ને તીર્થકરરૂપી દાક્તરના શરણે જવામાં શરમાય નહીં. સમજુ તે કહેવાય કે જે દરદ બરોબર સમજે છે. તે દુનિયા ન દેખે પણ મારે અહીં શું કરવું તે દેખે. જેણે પિતાનો આત્મા ક્ષય રોગવાળે જા, તે તો જિનેશ્વર ભગવાનરૂપી વૈદ જે દવા બતાવે તે રસ્તે ચાલે. તે દુનિયા કરે તે દેખે નહીં, પથ્ય તરફ દૃષ્ટિ દે નહિં. પિતાના જ્ઞાનદર્શનાદિક ગુણે પ્રગટ કરવા માટે ધર્મરૂપી રત્નને પકડી લે. ધર્મ એ જ રત્ન છે–એમ સમજે. તે સિવાય બીજી કીંમતી ચીજ જગતભરમાં નથી આ ધર્મ કઈ સ્થિતિએ આવે અને ૨૧ શ્રાવકના ગુણો તે કઈ રીતિએ ઉપાર્જન કરવા તે વગેરે અધિકાર આગળ જણાવવામાં આવશે.
વ્યાખ્યાનને સારાંશ – ૧. જન્મ-કર્મ-અનાદિના છે. ૨. શ્રાવક કુખમાં ભરોસે આવ્યા તે ધર્મ વારસો લઈને જાય તે સારું. ૩. બળાત્કારે કે લાલચ આપીને પણ દવા પવાય છે. તેમ લાલચ આપીને પણ બાળકને ધર્મમાં જોડવો સારે છે.
પ્રવચન ૧૮મું
૧૯૯૦ અષાડ વદી ૧૦, શુક્ર, મહેસાણા પાપના ફળમાં આંતરે કેમ ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડે છે. અનાદિકાળથી તેને ધર્મ સૂઝ નથી, ધર્મ કોને સૂઝે છે ? ધર્મ એવી ચીજ નથી કે દુનિયાદારીને સામાન્ય વ્યવહાર રેકાઈ જાય. અનાજ વગર લોકો ભૂખે મરે, લુગડાં વગર ટાઢે મરે, તેમ ધર્મ વગર બાહ્ય વર્તનમાં અડચણ પડતી નથી. તેથી તે બાબતનો વિચાર આવવો મુશ્કેલ પડે છે. જે પદાર્થ વગર અડચણ પડતી હોય તેને અંગે વિચાર આવે, પણ ધર્મ એ પદાર્થ છે કે તેના વગર અડચણ પડતી નથી. ધર્મને અંગે વૃદ્ધિ ન દેખાય તેમ બાહ્ય સંગમાં ધર્મથી ખામી પણ ન દેખાય. કેટલાકે ઈશ્વરે કરેલું આ જગત માને છે. તેમને કહી શકીએ કે ઈશ્વર જૂઠું બોલનારને તરત