________________
૧૫૫
પ્રવચન ૧૭ મું થાય તે જ કામ લાગે. છેવટે કાંઈ ન વળ્યું ત્યારે ઘરનું બારણું તેડાવ્યું. મોટું બારણું હતું તે નાનું બારણું કર્યું, અહીં ધરમની વાતમાં બારણું નાનું કર્યું, તેને સંબંધ શે ? એટલે આમ નીચે જેવું પડે, નીચે પડી ઊંચે જાય તે દષ્ટિ ઊંચે જાય. તેવી જગે પર જિનેશ્વરની પ્રતિમા ગોઠવી. આ અરુચિ–બળાત્કાર ગણો, આદર સત્કાર નથી. દેવ તરીકે માનતો નથી, તેવી જગે પર બારણું નીચું કરી પ્રતિમા મેલીને પણ પરાણે દર્શન થાય તેમ કર્યું. કેટલાક મગશેળીયા જેવા હોય. મગશેળીયો ફટકવા લાગ્યો કે કેઈની તાકાત નથી કે તેને ઓછો કરે. પુષ્કલાવ મેઘ વરસે તે અંદર ધૂળમાં દબાઈ ગયો. પેલે મેઘ ચાલ્યા ગયે એટલે બહાર નીકળ્યે, ભેદાય નહીં, ભિજાયે નહીં અને ઉલટી મશ્કરી કરી કે કેમ છે? આમ કેટલાક ધરમની રુચિવાળા થાય નહીં, ઉપાય કરનારની ધરમ પમાડવાના પ્રયત્ન કરનારની હાંસી કરે, આવા હોય તે મગરોળીયા. મશ્કરી કરી ઝળક્તા થાય બાપ આટલો પ્રયત્ન કરે પણ બંદા માને તેવા નથી. અહીં કશું બાકી રહ્યું નથી. શ્રાવકના કુળમાં આવ્યો હતો. વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તેવું હતું, છતાં જાનવર થયો. અઢીદ્વીપનું જાનવર હિતે તે કામનું, અસંખ્યાત જે જન ઉપર જળમાં માછલું થયે. શ્રાવકને ઘેર આવેલે આ સ્થિતિ રહેવાથી સ્વયંભૂ-સમુદ્રમાં માછલું થયે. છતાં ભગવાનની પ્રતિમાના આકારનું ત્યાં તેણે માછલું દેખ્યું. કારણ? નળીયાકાર વલયાકાર છોડી બધા આકારના માછલા હોય છે. આવું કાંઈક મેં દેખ્યું છે. તે વિચારવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. બાપે ધર્મ પમાડવા કરેલું બધું યાદ આવ્યું. ધર્મ સંભળાવેલ બધે યાદ આવ્યું. તે સમજ અણસણ કરી દેવલોકે ગયે, આથી દ્રવ્ય-અનુષ્ઠાન કઈ દિવસ છોડવું નહિ. દ્રવ્ય અનુષ્ઠાન–ક્રિયા-ધર્મ રોકવાનો નથી પણ અવગુણને ભાગ રોકવાનો છે. ઉધરસના માટે બીડી છોડવા માગે તે પચખાણ આપવા કે નહિ? દ્રવ્યથી કરે છે તે પચખાણ કરાવવા કે નહિ? દ્રવ્યથી પચખાણ કરાવનારા એ ભાવમાં આવશે તે માટે પણ પરચખાણ કરે તે કરાવવા; દ્રવ્યને સુધારવાનું આગળ સ્થાન છે.
છોકરો રોગી થયે તે નિરોગી કરવાનું સ્થાન છે, પણ મારી નાખવાનું સ્થાન નથી. બળાત્કારે કે લાલચે દવા પાવી પડે પણ સમજમાં આવે ત્યારે કડવી દવા આપોઆપ ખાઈ જવાનો. તેમ અહીં અનાદિન-જન્મ-કર્મ વળગ્યા છે, કષાયનો તાપ વળગેલ છે, અનાદિ