________________
પ્રવચન ૧૬ મું
૧૪૫ ઉપર ભક્તિ કયા અંતઃકરણથી થઈ હશે ? કૅલેરાનો રોગ ચાલતો હોય. કુટુંબ કોલેરામાં સપડાયું હોય. સારે દાદર આવ્યો હોય, એક બે ચારને સારા કરે તો ત્રધારે આનંદ થાય. કેલેરામાં સપડાએલા કુટુંબને બચાવનાર દાકતર કુટુંબના માલિકને ઘણું જ વહાલ લાગે, બચાવનાર ભગવાન; બુદ્ધિ આવે તે પોતે સન્માન કરે, સાજા કરનારની લાધા જ કરે. જેઓ ભવને ન તર્યા તે કમભાગી. કોલેરામાંથી સાજા થયા તે ભાગ્યશાળી. એ દશામાં છે તેથી જ ભગવાનનું બહુમાન કરે છે. ભરત મહારાજ ઝાષભદેવજીની પાછળ ગાંડા ઘેલા થઈને ફરે છે. નહીંતર ૯૮ ભાઈઓ છોકરા તથા પૌત્રોને લઈ ગયા છે, પણ પોતે ધર્મ પરમાર્થ ગણે છે. પાદશાહ માને પ્રભુ રાજ્ય સોંપી જાત્રા ગયા છે. પ્રધારે રજા ચિઠ્ઠી લખી કે રેજ માએ આમ કર્યું. પાદશાહે છ મહિને ઉત્તર લખી દીધો કે તમામ રાજ્ય, આખો દેશ, મારું જીવન એક ત્રાજવામાં ને મારી માનું આસું એક જ ત્રાજવામાં. આ કાગળ આવ્યા પછી પ્રધાન શું કરે? તેમ અહીં ત્રણ લેકનું રાજય ઈન્દ્ર રાજાપણું એક બાજુ અને ધર્મને બદામ જેટલું ભાગ એક બાજુ. એ ધારણ થઈ હોય તે બીજે પગથીએ.
ધર્મ સિવાય જગતમાં સર્વ અનર્થ કરનાર છે એ સમ્યકત્વનું ત્રીજુ પગથીયું
ધર્મ એ પરમાર્થ. એ છતાં પણ ડોઘલ-બેમાં પગ રાખનાર દુભાષિયે ત્યારે જે કરે એમ કહ્યું એટલે ધર્મ સિવાય બાકીનું છે અનર્થ કરનાર એ ત્રીજું પગથીયું. ત્રણ તાવ સિવાયની જે કાંઈ ચીજે તે બધી જુલમગાર એનું નામ ત્રીજુ પગથીયું છે. સમ્યકત્રમાં પ્રથમ પગથીયું અર્થ, બીજુ પરમાર્થ, ત્રીજું શેષ અનર્થ, એ સ્થિતિમાં અહીં ધર્મરત્ન કહે છે. માર્ગમાં પેસનારા થાટે ધર્મરૂપી ધનમાં રત્નબુદ્ધિ. ત્રીજે પગથીએ આવ્યું હોય તે આ સમજે છે. પહેલા પગથીયામાં ધર્મ એ જ રત્ન છે એમ સમજે, આગળ બીજામાં પણ એ જ પ્રમાણે ત્રીજામાં ધર્મને રત્ન સાથે સરખાવવાનો નથી. ૨૧ ગુણને ઉપદેશ કેને દેવાય છે? હજુ અર્થ કે પરમાર્થમાં નથી આવ્યા તેવાને આ ઉપદેશ છે. હવે ધર્મરત્ન કોણ મેળવી શકે તે વિચારીએ.