________________
પ્રવચન ૧૭ મું
૧૫૧
તાવ બેચાર દહાડા લાગલગાટ આવે તે ઘર ઘાલ્યું, લાગ. દસ બાર મહિના આવે તો ક્ષયમાં પેઠા, ત્યારે બાર અને છ મહિનાના તાવની અંદર ક્ષયને ડર લાગે છે, તે આ કષાય અનાદિ કાળથી આત્માને તપાવી રહ્યો છે, તો તે અનાદિના કર્મને ડર કેમ ન લાગે? અર્થાત્ એનું ભયંકરપણું ખ્યાલમાં આવી જાય. છ મહિનાને ચામડાને તાવ ધ્રાસ્કો, કીકીયારી પડાવે તે આત્માના તાવ માટે કેમ કાંઈ નથી થતું ? આ જન્મ કર્મની પરંપરા અનાદિની છે. એમ ખ્યાલમાં ન આવે તે તે દરદ મટાડવા માટે તલપાપડ થવાય જ નહિં. એક મહિનાની ચરી પાળ, છાતીમાં ફેફસાં બગડયાં છે. તેલને પડછાયે ન જશે. મરચાં પણ ન ખાશે રસોડામાં બધા માટે રસોઈ થાય છે પણ આપણે મળી દાળ ખાઈએ છીએ. આ બધા ખાય તે હું કેમ ન ખાઊં? એમ કેમ નથી ખાતા? દરદનું ભયંકરપણું ખ્યાલમાં હોય છે તેથી તેમ જન્મ-કર્મ અનાદિના લાગેલા છે, કષાયને તા૫ અનાદિને આત્માને હેરાન કરી રહ્યો છે. ત્યાંથી નિગોદમાં ગયા કે શ્રોત્ર-ચક્ષુ, ઘાણ, રસના-ઈન્દ્રિય શક્તિને નાશ, એટલે શરીરને તાપ ક્ષય કરી પેલાને મસાણમાં મેકલે, તેમ કષાયને તાપ આને એકેન્દ્રિયમાં મેલે. જેઓ દરદનું ભયંકરપણું ન જાણે, તેઓ ડોકટર કે વૈદ પરેજી બતાવે તેને ગાળ દે. દવા આપી હોય તે પણ ઢળી નાખે. કારણ? દરદની ભયંકરતા ખ્યાલમાં આવી નથી. ઘેર ખાવા ન આપે તે બહાર જઈ કુપચ્ચે ખાઈ આવે. દરદનું ભયંકરપણું ન ભાસ્યું હોય તે દવા દેનારને દબાવવા જાય, દવા દૂર ફેંકી દે, પથ્ય પળાવનારને પરમ શત્રુ દેખે. જિનેશ્વર મહારાજ આપણા ડૉકટર તે વહાલા ક્યારે લાગે? ભયંકર દરદ દેખે તો, છોકરા વૈદ ડોકટરને દેખી નાસતા ફરે છે, તેમ આ જીવ કર્મ–જન્મને ભયંકર ન સમજનારા જિનેશ્વરનું નામ સાંભળી ભાગી જાય છે, નાના છોકરાને વેલણ ઘાલી દવા પાવી પડે છે. આપણને ઘોદાવી ઘોદાવી પરાણે દહેરે ઉપાશ્રયે લઈ જવા પડે છે. સામાયિક કરાવવી પડે છે. જેમ બાળકને ઢીંચણ નીચે દાબી દવા પીવી પડે તેમ જે કર્મનું ભયંકરપણુ સમજ્યા નથી તેવાને ભાઈ–બાપુ! કહી લલચાવી, સમજાવી લજવાવી પતાસું આપી દવા પવાય તેમ તમને ધર્મ કરાવે પડે છે.