________________
૧૧૬
આગમ દ્વારક પ્રવચન શ્રેણી રાખ્યું. તેના કામમાં આવે તે સારું નહીંતર નકામું. આ માંસની કોથલી. હાડકાના ટેકા તરીકે નસાથી સંધાએલી કોથલી ઉપયોગમાં લઈ ધર્મ સરખી અપૂર્વ ચીજ મેળવી શકીએ તેવું છે. પણ રબારીને નસીબ નથી કે ચિંતામણીની આરાધના સૂઝે. આપણે પણ રબારીના જ ભાઈ છીએ. શાસ્ત્રમાં ભૂત કહેલા છે. ન જડતાં હોય તે શાસ્ત્રમાં જેવાની જરૂર નથી. આપણું સામું જુઓ તે ભૂતને નમૂને તરત દેખાશે. જેની નશીબદારી હોતી નથી તેને ચિંતામણિ રત્ન મળતું નથી. મલ્યું હોય તે પણ તેવાઓને સાધના નહી આવડવાથી કાર્ય થઈ શકતું નથી. તેમ આ જીવ પણ ગુણવાળે તે જોઈએ. પણ જેનામાં ગુણરૂપી વૈભવ નથી તેને ધર્મ-રત્ન મળવું ઘણું મુશ્કેલ છે. હવે ધર્મ રત્ન મેળવવા માટે ઉદ્યમ આખા કુટુંબ માટે કરે જ્યારે બને? તેને માટે ક્યા ગુણો જોઈએ, તે ગુણોથી ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ કેમ થઈ શકે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪મું અષાડ વદી અને સોમવાર, મહેસાણા.
इगवीसगुणसमेओ जोगो एयस्स जिणमए भणिओ। . तदुवज्जणमि पढम ता जइयव्वं जओ भणियं ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે, ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને કરતાં થકાં આગળ જણાવી ગયા કે ભાગ્યહીનને ચિંતામણી રત્ન મળવું મુશ્કેલ છે. કર્થચિત્ તે રત્ન મળી જાય પણ તેને ટકાવ થે ઘણે મુશ્કેલ છે. રિદ્ધિમાન કૂળમાં જન્મ થવો મુશ્કેલ, તે થયાં છતાં લાંબ જીવન અને ત્રાદ્ધિ ટકવી એ વધારે મુશ્કેલ છે. તેવી રીતે પ્રથમ તે ધર્મ પ્રાપ્ત થવા મુશ્કેલ, કારણ ધર્મ સુંદર ચીજ તે તેની પ્રાપ્તિમાં મુશ્કેલી કેમ? ખરેખર વિચાર કરીએ તો પ્રાપ્તિની મુશ્કેલીમાં જ સારાપણું હેય. તેમ અહીં એકેન્દ્રિયંથી માંડી પંચેન્દ્રિય સુધીના જ બધા જન્મ, મરણ, ભવ ધારણ કરે છે પણ ધર્મ સાંભળનારા બાદ કરીએ તે સર્વ જીવનું જીવન વિચારો. તમારે ઘેર ગાય-ભેંસ અવતર્યા