________________
૧૧૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કઈ હોય તે તું પોતે જાણે છે, નિશ્ચય છે, દષ્ટાંતે છે. છતાં કાળજામાં કઈ નથી આવતું, તે કાળજું છે કે નહિ? જેમાં અંતે રાખોડો છે એવાથી સત્કાર્ય ન કરી શકે તે બીજી વખતે કયે સદુપગ કરી શકીશ? ઉકરડામાંથી રતન કઢાય છે ત્યાં તૈયાર નથી થતો તે ડુંગરા બેદી શું કાઢવાને? કુંડામાં કોહિનૂર. સીમંધરસ્વામી પાસે ઘર્મ કરીશું:
રાષભદેવજીની વખતે દરિયામાં કેહિનૂર હતો, અત્યારે કુંડામાં છે. અષભદેવજી વખતે અખંડ ચારિત્ર કેડપૂરવ સુધી પાલે. કેડ પૂરવ સુધી ચારિત્ર પાલે ત્યારે અખંડ ચારિત્ર કહેવાય. તેની આગળ આજકાલનું ૫–૧૦-૨૫ વર્ષનું ચારિત્ર કયાં? ૮૪ લાખને ૮૪ લાખે ગુણીએ ત્યારે ૧ પૂરવ. આપણે મહાવિદેહમાં જઈશું ત્યારે ધર્મ કરીશું, પણ ત્યાં ૮૪ લાખ પૂર્વ નામ સાંભળી નાશી જશે. એક ૫-૨૫ વરસની વાતમાં બાળક બુટ્ટાનાં ભેદ પાડવા પડે છે, તે લાખ ચોરાસીમાં કેટલા ભેદ પાડશો? ખાઈ પીઈને ઉતરશે ત્યારે વાત. ખાઈ પીઈને ઉતર્યા હોય તેને કરવાનું, તે મંદિર સ્વામી પાસે ૮૪ લાખ પૂર્વની વાતમાં શી રીતે કરશો? કહે કે આપણને પ્રાપ્ત થએલી ચીજને સદુપયોગ કરવાનો વિચાર આવતો નથી. કેટલીય વખત એ શબ્દ પ્રચલિત થયે છે કે મહાવિદેહ ક્ષેત્ર મળે તે કામ થાય. થોડામાં કામ સરે છે. જાતિસ્મરણવાળાને તે કામનું છે. કમજાતવાળાને જાતિસ્મરણ કામનું નથી. ષપુરુષ ચારિત્રમાં એક નાસ્તિક મનુષ્ય નાસ્તિકપણું પ્રવર્તાવ્યું છે. કેટલાક ભવોથી કઈક ભવમાં નાસ્તિક છે. ત્યાં ચાર જ્ઞાની મહાત્મા આવ્યા છે. તેણે કહ્યું કે આવી રીતે આટલા ભવોથી નાસ્તિક થયા. હવે તે કંઈક કર. એમ કહેતા જાતિસ્મરણ જ્ઞાન થયું. ઉઠ ઉઠ કોણ જાણે, આ એવો જાદુ છે કે કહ્યું તે જોવા લાગે. વધારે વખત બેસીશ તે ઠગાઈ જઈશું. ઉપદેશકની ધૂર્તતા માને છે. જાતવાલા થઈએ તે શાસ્ત્ર બસ છે. તે વખત તીર્થકરને માનીશું તે તેમના વચનો માનીશું ને? અત્યારે ન માનીએ તે તે વખતે કેમ માનીશું? ગે શાલા જમાલી મહાવીર વખતે થયા હતા. મંદીરસ્વામી કે મહાવીર સ્વામી મળે પણ શ્રદ્ધા વિના કોઈ વળે નહિં. જે ૫૦ વરસ ચારિત્ર આરાધ્યું તે ઝપાટા બંધ કેવળજ્ઞાન આવે. કુંડામાં રત્ન છતાં લેવાતું નથી. જ્યાં ઓલામાં પગ, ચૂલામાં