________________
૧૨૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું ટીકીટ, તેવાર પછી શ્રદ્ધાની ટીકીટ મળી. ચિંતામણિ રત્ન જેટલું મુશ્કેલ નથી, તેથી અનંત ગુણી મહેનત મનુષ્યપણા માટે તથા ધર્મશ્રદ્ધા થવા માટે કહેલી છે. રેલરને વિચાર હજુ આવ્યો નથી. ઇંદ્રપણું, ચક્રવર્તીપણું પણ તેની આગળ સહેલું છે, પણ જિનેશ્વરના ધર્મનું શ્રવણ મુશ્કેલ છે. કેટલા રેલમાંથી પાસ થયા ત્યારે અહીં આવ્યા છે. તે વિચારી જો. સહેજે માલુમ પડશે કે આપણે મનુષ્ય ભવમાં કેટલી ચડિયાતી હદે આવ્યા છીએ. ભવિતવ્યતાના ભરોસે ન રહેતા હવે ઉદ્યમ કરે :
જેટલો ઊંચે ચડ્યો હોય તે જ પડતો પછડાય. આપણે જેટલા ઊંચા ચડ્યા, સાવચેતી ન રાખી તે જોરથી પછડાવાના. હવે તે ચડી ગયા પણ સાવચેતીથી ઊભા રહો. પડે નહીં તે જ તમારા માટે રસ્ત છે. તે માટે ચિંતામણિ રત્ન મળવું નિર્માગીને મુશ્કેલ છે. અહીં ભવિષ્યમાં આ સન્ન મોક્ષગામી ન હોય તેવાને ધર્મરત્ન પામવું પણ મુશ્કેલ છે. આ ધર્મરત્ન મેળવ્યું મેળવાય કે ભવિતવ્યતા મેળવી દે છે? ભવિતવ્યતાએ દરેક વખતે ટીકીટ કઢાવી છે; ઈશ્વરે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે, પણ એ તે ખોટાં ફાંફાં મારવાનું છે. આટલી મુશ્કેલી ભવિતવ્યતાએ પાસ કરાવી તે હવે પણ ભવિતવ્યતા જ પાસ કરાવશે. બંનેમાં દયાની પણ કંઈક મર્યાદા છે. ગળે ઉતારવા માટે ઊભી રહેતી નથી. મા લાવી ઘે પછી પોતાને ચાવી ગળે ઉતારવું પડે છે. તેમ ભવિતવ્યતાએ અહીં લગી લાવી નાખ્યા હવે તમારી ફરજ. જાંબુના ઝાડ ઉપર માણસ ચડ્યો, પડી ગયે. ત્યાં ધબકારાથી જાંબુ છાતી ઉપર પડયું છે. ખેતરની પેલી બાજુ ઊંટવાળો જાય છે. અહીં આવ, બૂમ મારી, કેમ ભાઈ શું કામ છે? છાતી ઉપર જાંબુ છે તે મોંમાં મૂક. આળસુના પાદશાહ, તારે અહીં મેલવું હતું તે કઠણ પડયું, ઊંટ પરથી મારે ઉતરવું પડયું. ઊંટને ત્યાં વગર ભરોસે મૂકવું પડ્યું. ત્યારે ઊંટવાલાને કહે છે કે હાથે પગે મેંદી દીધેલી કહે તેને અર્થશે? તેમ આપણે ઉદ્યમ કરી શકીએ તેવી સ્થિતિમાં છીએ, તે ભવિતવ્યતા કરશે. જે શાસકારે ભવિતવ્યતાનું સ્વરૂપ જણાવે છે. એ જ શાસ્ત્રકારે આ જગે પર ભવિતવ્યતાના ભરોસે ભુલા ન પડે. હવે ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરો. તેના સાધનો મેળવે. તે કેવી રીતે મેળવાય અને તે સફળ કેવી રીતે થાય તે અગ્રે.