________________
પ્રવચને ૧૫મું
૧૩૧ ધઈ ચોકખું કરી ખટાશવાળું કરી નાખ્યું. જ્યાં રંગને ચમકો દીધો કે રંગ ચોંટયે, તેમ ધર્મને એક વખત સંસ્કાર થાય તો જિંદગી સુધી કુટુંબમાંથી ધર્મના સંસ્કાર ન જાય. તેવા પિતાને તથા કુટુંબને ધર્મ માટે તૈયાર કરવા હોય તો પિતા માટે ૨૧ ગુણ, કુટુંબમાટે ૩૫ ગુણની જરૂર છે. ધર્મ પામતી વખતે ત્રણ ગુણને નિયમ, ગ્રહણ કરતી વખતે ઈચ્છા હોવી જોઈએ, છતાં અસમર્થ હોય તે? આંધળે અણગારપણની ઈચ્છા કરે, તે માટે કહ્યું કે સમર્થ હોય, તાકાતદાર હોય, અર્થે હોય, પણ જાસુસ તરીકે હોય તો, તેનો નિષેધ કરેલ ન હોય તો તરત ધર્મ પામી શકે. ધર્મપ્રાપ્તિ વખતે ત્રણ ત્રણ ગુણ જોઈએ, પિતાને ધર્મ પામતી વખતે લાયક બનેલો હોય, અને કુટુંબમાં ૩૫ ગુણે હોવા જોઈએ. ૨૧ આત્મા માટે, ૩૫ કુટુંબ માટે, ત્રણ ધર્મ ગ્રહણ કરતી વખતે. હવે ૩૫ માર્ગાનુસારીના ગુણ ન હોય તે કુટુંબમાં ધર્મ ન આવે? ચક્રવતિના ચર્મરત્નના પ્રભાવે સવારે વાવ્યું ને સાંજે અનાજ તૈયાર થાય, પણ સારી રીતે વાવવું હોય તેણે ખેડ કરી તૈયાર કરવું જોઈએ. આવેલા ધર્મને ખસેડવા માટે ૨૧-૩૫ ગુણ નથી. ગુણબીજ ન પણ મળ્યું હોય તો મળે ત્યારે મજબૂત થાય. તે કુટુંબમાં ૩૫ ને આત્માને ૨૧ ગુણની જરૂર અને લેતી વખતે ત્રણ ત્રણ ગુણની જરૂર. અર્થાત ૩૫-કે ૨૧-ગુણ ન હોય તો પણ ધર્મ પામે તેમાં આશ્ચર્ય નથી. જગતની અપેક્ષાએ તમારો ધર્મ કથંચિત્ છે. કેટલીક વખતે નિંદા કરે છે કે, પ્રાપ્ત થએલું રતન નિષ્કામ બનાવી દે છે, કે ૨૧-કે ૩૫ ગુણ આવ્યા નથી ને ધર્મ કરવા નીકળે છે. ધર્મ છોડવવા માટે ૨૧ કે ૩૫ ગુણો જણાવ્યા નથી. માર્ગાનુસારીના ગુણો ન આવે તો વ્રત પચ્ચખાણું ન હોય, તેમ કહી કેટલાક વ્રત પચ્ચખાણ છોડાવે છે. જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ ન થઈ હોય તેવાને મર્દાનુસારીના ગુણ હોય તે કાળાંતરે જરૂર ધર્મપ્રાપ્તિ કરશે. જેઓ કંઈ પણ સમજ્યા નથી તેવાને દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થઈ છે. શું રેહિરાણીયે ચોર માર્ગાનુસારી હતો? તે ધર્મ કેમ થયે. કમઠ તાપસ સમ્યકત્વ કેમ પાપે ? તીર્થકરને ઉપસર્ગ કરવા તે શું માર્ગાનુસારીપણું હશે ? આ તો ગુરુની જોગવાઈ મળી નથી તેવા કુટુંબને ૩૫-ગુણવાળું કરવું, વિરુદ્ધ કંઈપણ થતું હોય તો રોકી દેવું, ધર્મને રત્ન માન્યું હોય તો શ્રાદ્ધવિધિ તથા
ગશાસ્ત્રના ભાષાંતર ઘણાના ઘરમાં હોય છે, પણ તેને આ જીવ ગરજી નથી. ગરજી હોય તો બીજાને પૂછે. મારા આત્માને કે કુટુંબને સંસ્કારી