________________
૧૪૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ચાર્ય હારી ગયા. જેનાચાર્યો સોરઠ છોડી ભરૂચ તરફ આવ્યા. સેરઠમાં રહેનારા તમામ જેને સોરઠ છોડી ચાલ્યા ગયા. ધરમની લાગણી, એક આચાર્ય હારી ગયા તે કહેતાં ન આવડયું કે એમણે પ્રતિજ્ઞા કરી હતી, અમારે શું? જે પ્રાચીનકાળમાં જાહેરજલાલીની વખત હતી; તે દેશ છોડતી વખત કેમ છુટ હશે? આ તે જુને ઈતિહાસ કહ્યો, હવે નવામાં આવે. પારસીઓ અહીં કેમ આવ્યા છે?
પારસીઓ મુસલમાન તથા અંગ્રેજોની માફક દેશ તાબે કરવા નથી આવ્યા. પારસીઓ અહીં આવ્યા તે વેપાર કે દેશ માટે નથી આવ્યા. ઈરાનમાં ધર્મને ધક્કો લાગ્યો ત્યારે ધરમ સાચવવા માટે અહીં આવ્યા છે. ઈરાનની સાહ્યબીને તિલાંજલિ આપી અહીં આવ્યા. પારસીઓને જ્યાં જ્યાં દસ્તાવેજ કરવા પડ્યા તે કબૂલ કર્યા તે ધરમની ખાતર. કુકાં સાટે કોહિનૂર જવા દે? કેણ? અજ્ઞાની સિવાય ન જવા દે. ફાની દુનિયા માટે આત્મા હંમેશાં સ્વાધીન. આ ભવ પરભવ કલ્યાણ કરવા માટે ધર્મ, ખરે અર્થ જ આ, પરમાર્થ જ આ, બીજા બધા ગૌણ, મિક્તનું રક્ષણ, ધર્મનું રક્ષણ થયા પછી. બાયડી કુટુંબ છોકરા એ બધું ધરમ પછી. આનું નામ વરમદે એ બીજું પગથિયું ભવોભવને સાથી ધર્મને દેખે, અપૂર્વ વસ્તુ અર્પણ કરનાર એક ધર્મને જ દેખે તે પરમાર્થ. સ્વત્વ ટકાવવા સાધુપણું લેવું:
ભરત મહારાજા ૯૮ ભાઈઓને દૂત મોકલે છે. કાંતો હુકમ માને ને કાંતે રાજ્ય છોડી દો. ૯૮ ભાઈઓ ભરતના એટલા વચનને ભયંકર ગણી આ વખત બીજો રસ્તો નથી, નિતારક માત્ર ઋષભદેવજી ભગવાન છે તેમની પાસે જાય છે. સ્થિતિ કઈ છે? ભરતને હુકમ માન કે યુદ્ધ કરવું? ૯૮ એક સરખા છે. પણ ભાઈ સાથે યુદ્ધ કરવું. પિતાને જણાવ્યા વગર યુદ્ધ કરીશું તે અનુચિત ગણાશે અને હુકમ માનવે તે તે બને જ નહીં. ઋષભદેવજી ભગવાનને સવાલ કર્યો કે ભારત સાથે યુદ્ધ કરવું કે તેની આજ્ઞા માનવી? ત્યાં ભગવાન કહે છે કે “સ્વત્ત્વ જાળવવા સાધુપણું લેવું, એટલે રાજ્ય છોડી નીકળી ગયા. યુદ્ધ કર્યા, આજ્ઞા માન્યા સ્વત્વ જળવાવાનું નથી.