________________
પ્રવચન ૧૬ મું
૧૩૫ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે ભવિતવ્યતાને સ્થાન છે. પણ કયાં? એકેન્દ્રિયપણામાં જાઓ ત્યાં કાંઈ સાધન નથી. તેમાંથી નીકળવામાં ભવિતવ્યતા એ સાધન છે. ભવિતવ્યતા અનંતા જેમાં અમુકનું નીકળવાનું થાય, અમુક જીના પરિણામ સુધરે, અપકર્મ બંધને ઘણું ને ઘણું નિર્જરા ધણું. સો સાધન સડી ગયા હોય ત્યાં ભવિતવ્યતા ઊભી કરે. આટલા માટે પ્રથમ તે ૨૧ તથા ૩૫. ગુણે ઉપાર્જન કરવા માટે ઉદ્યમ કરે. કે જેથી ઉત્તરોત્તર કલ્યાણમાંગલિક માલાની પ્રાપ્તિ થાય.
પ્રવચન ૧૬ મું મેસાણ–૧૯૦. અસાડ વદી ૭ બુધવાર તા. ૧-૭–૩૪.
धम्मरयणस्स जुग्गो अखुद्दो रूवषं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરિશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ બનાવતાં આગળ જણાવી ગયા કે સંસારમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. મનુષ્યપણાને લાયક કર્મો કેણ બાંધે? પ્રકૃતિએ પાતલા કષાયવાળો દાન આપવાની રૂચિવાળા, અને મધ્યમ ગુણવાળે હેય તે મનુષ્યપણાને લાયક કર્મો બાંધે. તે પ્રમાણે મનુષ્ય થયા, આય ક્ષેત્ર, ઉત્તમકુળ સુજાતિ, સંપૂર્ણ ઇન્દ્રિયે વગેરે પામ્યા, દેવગુરુની જોગવાઈ પણ પામ્યા. જે પગથિયા ચડવાના હતા તેમાંથી ઘણા ચડાઈ ગયા છે. હવે થોડા ચઢવાના બાકી છે. એમાં જે ચૂકીએ તો ફેર નીચે જઈએ. પડવા માંડે ત્યારે અટકવું મુશ્કેલ. ચઢતાં જગે જગે એ અટકાય, ઉતરવાનું હોય તે પણ પગ હાથમાં રહેતા નથી. સિદ્ધાચલમાં ઉતરવા ધારીએ તે પણ ધીમા પગ પડતા નથી. તે પડવામાં રોકાણ કયાંથી હોય? તેથી જેટલા ચડ્યા તેની ઉપર ચઢવાનો ઉદ્યમ ન થયું અને પડશે તે પત્ત નહીં રહે. દેવગુરૂની જોગવાઈ તથા ધર્મશ્રવણ મલ્યું. તે મલ્યા છતાં પાતલા કષાય, દાનરૂચિ અને મધ્યમ ગુણ લાવવા કેટલા મુશ્કેલ પડે છે ? અવગુણ આવવા સહેલા છે પણ ગુણ આવવા મુશ્કેલ છે. આ સ્થિતિ લાવવી મુશ્કેલ છે તે પહેલાં