________________
૧૩૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી થયું. માટે ગોશાળાની માન્યતા સાચી છે કે થવાનું હોય તે જ થાય છે. મહાવીર મહારાજ ઉદ્યમ કહે છે, બળ–વીર્ય–પરાક્રમ કરવું એ મહાવીર મહારાજને મત જાણ.
ભવિતવ્યતા અને ઉદ્યમ :
અહીં દેવતા સામે કહે છે કે ગોશાળાને મત બધે રહે છે ને મહાવીરનો મત કેટલીક જગાએ ખસી જાય છે. શ્રાવક તેને કહે છે કે તું કેણ છે? તે કહે! હું દેવતા, ત્યારે શ્રાવકે કહ્યું કે તું જ દેવતા કેમ? બધા જ દેવતા કેમ નહિ? ભવિતવ્યતા બધાની કેમ નહિ ? દેવતાપણાનો ઉદ્યમ કર્યો ત્યારે તે દેવ થયે ને? ભવિતવ્યતા ઉદ્યમ વગરની થતી હોય તે લાવ. બધામાં ભવિતવ્યતા કેમ નથી? બધાની ભવિનવ્યતા દેવ થવાની કેમ નહિ? જેનામાં દેવપણાને લાયક ઉદ્યમ થવાને છે ત્યાં ભવિતવ્યતા કહેવી પડી. બધામાં ઉદ્યમ થવાને નથી અને બધાને દેવલેક થવાનો નથી માટે ભવિતવ્યા કહેવી પડી. ઉધમ વગર શેકો પાપડ ભાંગતો નથી. ભવિતવ્યતા ભવિષ્યકાળ. ઉધમ એ વર્તમાનકાળ. ભવિતવ્યતા એ કંઈ થયેલી ચીજ નથી, થવાની બાકી છે. ભવિતવ્યતા–ભવિષ્યની ચીજ નથી બની તે ઉદ્યમને લાવશે ક્યાંથી? ઉંદરનું દૃષ્ટાંત દીધું. તે ભલા. કરંડિયે ન ખોતર્યો હોય તે નાગ નીકળે ખરો ? કરંડિચે કાપ્યા વગર નાગ કેમ ન નીકળે? આથી ઉદ્યમ વગર ભવિતવ્યતા ભાગ ભજવતી નથી. ભવિતવ્યતા–એટલે બાયલાપણું. થવાનું હશે તે થશે. ઉદ્યમ એટલે મરદાનગી. હું બાયેલ છું એમ બેલતા ખરાબ દેખાતું હોય તે ભવિતવ્યતા બેલી દેવું. ભવિતવ્યતા એટલે થનાર તે વગર કારણે નહીં. માટે પેલો શ્રાવક ગોશાળાના દેવને કહે છે કે તું એકલો દેવતા થયે તેનું શું કારણ? બીજાઓ દેવ કેમ ન થયા ? આવી રીતે શ્રાવકે ગોશાળાના દેવતાને કહ્યું. દેવતા નિરૂત્તર થયે. ભવિતવ્યતા કરીને જે ભવાઈ કરી તે ગશાળાના મતમાં છાજે, જૈનમતમાં તે જિનેશ્વરે કહેલા રસ્તે ઉદ્યમ કરે. કર્મ છે, બળ છે. વીર્ય છે, પુરષ્કાર પરાક્રમ છે, આ માનીશું તે તીર્થકરેએ દીધેલા ઉપદેશ ગ્ય થશે. તીર્થકર ભગવાને પિતાને ઉદ્યમ કરી ઉપદેશ દીધો કે ભવિતવ્યતાએ ધક્કો માર્યો, શ્રવણ કરીએ, સમજીએ, મનન કરીએ, ગ્રહણ કરવા તૈયાર થઈએ, તે આપણા ઉદ્યમે. તે મહાવીરના મતમાં ભવિતવ્યતાને સ્થાન નથી ને? તે