________________
પ્રવચન ૧૫ મું
૧૨૫
૧૨૫
પ્રવચન ૧૫ મું
૧૯૯૦ અસાડ વદી ૬ મંગળ મેસાણુ. इगवीसगुण समेओ जोगो एयस्स जिणमए भणिओ । तदुवज्जणमि पढमं ता जइयव्वं जओ भणियं ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીજી મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપકારને માટે ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને રચતા થકાં પ્રથમ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં પહેલાં તે મનુષ્યભવની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. આ મનુષ્ય ભવ સામગ્રીની મુશ્કેલીવાલે નથી, પરાધીનતાવાળો નથી. બીજાને વિક્ત હોય તેથી કેઈ અંતરાય કરતું નથી, તે મુશ્કેલ કેમ? કલ્પના કરીએ કે બાજરીનું બી હોય. ધાન થાય, અંકુરો થાય. કેડે વરસ સુધી ધાન થાય તેમાં નવાઈ નથી, નવાઈ ત્યાં છે કે બાજરીમાંથી બીજે પદાર્થ બન અસંભવિત તેમ એકેન્દ્રિયપણુમાં આ જીવ રખડે. તેમાં એકેન્દ્રિય મટી એકેન્દ્રિય થાય તેમાં આશ્ચર્ય નથી. પુદગલને સ્વભાવ મૂળ ઉપાદાન કારણ હોવાથી એની પરંપરા ચાલે પણ એકેન્દ્રિપણુ કે બેઈન્દ્રિપણુ તે આત્માને અંગે છે. પણ એને એવોજ આત્મા કેમ થાય ? એને સંગ એકેન્દ્રિયપણાને લાયકના હેવાથી તેના પરિણમવાવાળે છે. પરિણતિ આધારે કર્મબન્ધ ને તે આધારે ભવાંતર, તે એકેન્દ્રિયને સંગે કેવા હોય? એકેન્દ્રિયપણાને લાયક સગોમાંથી પંચેન્દ્રિયપણું કે બેઈન્દ્રિયપણું પ્રગટાવવું ઘણું મુશ્કેલ છે. તે માટે કાયસ્થિતિ કહી. નિગદમાં અનંતી ઉત્સર્પિણી સુધી જન્મ તથા મરે, અહીં જ્યાં આવ્યા છે ત્યાં સાવચેત થાવ. નહીંતર નિગેદમાં ઉતર્યા તે દશા શી થશે? મનુષ્યપણું પામી એકેન્દ્રિયપણામાં ગયા તે અનંતી ઉત્સર્પિણી તથા અવસર્પિણ સુધી નીકળવાને પત્તે નહીં ખાય; કાયસ્થિતિને વિચાર કરીએ તો આ જીવ લથડ્યો તે શું થશે, કાંઠે આવેલું લાકડું ધક્કો વાગ્યે ને ફેર પાણીના પ્રવાહમાં ગયું તે લાકડાને પત્તો કયાં? કાંઠે આવતા સામે ધક્કો લાગ્યો. પ્રવાહમાં પડી ગયું તે લાકડાને પત્તે નહીં. એમ આ જીવ પણ કઈ કર્મના સંગે ભવિતવ્યતાના જોરે મનુષ્ય ગતિ સુધી આવી ગયે, ને જે ઉતરી નિગોદમાં ગયે તો દશા શી થશે ? એકેન્દ્રિયની કાયથિતિ વિચારીએ તો મનુષ્યપણાની