________________
પ્રવચન ૧૪ મું
૧૨૧ ભટક્તા ભવિતવ્યતાના ભરોસે સુકુળમાં પેસી ગયા, પૂરમાં તણાતા મનુષ્યને ભવિતવ્યતા મેગે લાકડું હાથમાં આવ્યું, તે લાકડાને છોડી દે તેને કે ગણ ? તેમ કોઈક ભવિતવ્યતાના યોગે આત્માને ઓળખવાને, ભૂત-ભવિષ્યનો વિચાર કરવાને અવકાશ મળે છે. દેવ, ગુરુ, ધર્મની જોગવાઈ મળી છે. તેને અંગે ત્રણે ભવનો વિચાર કરવાનો અવસર મળ્યો છે. તે માટે શાસ્ત્રકાર કહે છે કે માર્ગે ચડેલા સમકિતી કેણ? ભૂત-ભવિષ્ય, અને વર્તમાનકાળને વિચાર કરે છે, જેને આ સંજ્ઞા હોય, આ વિચાર હોય, હું અહીંનો વતની નથી પણ ઉત્પન્ન થવાવાળો છું, અહીંથી આગળ ચલતી પકડનો છું. કૂળમાં વસ્યા તે ભાડૂતી વસ્યા છીએ.
ભાડૂતી ઘર :
આહાર, શરીર, ઇદ્રિય, વિષયે તેનાં સાધને તે ભાડાના ઘરનું ફરનીચર છે, ભાડાના ઘરનું ફરનીચર મનને ખુશ કરી દે પણ તેમાં વળે કઈ નહીં, આ શરીર તે ભાડાનું ઘર પણ જેટલું ફરનીચરવાળું ઘર તેટલું વધારે ભાડું બેસવાનું, તેમ અહીં જેટલું સારે આહાર, શરીર, ઈન્દ્રિ, વિષ, ને તેના સાધને, તેટલું વધારે પુન્ય ખવાવાનું છે. પૈસાની કમાઈ ન હોય અને ઊંચા નંબરનું ફરનીચરવાળું મકાન ભાડે રાખો તે શું થાય? પુરજા–લેન ફેરવાયા છે, પુરજા લે છે, તેની વયે શી? એમ અહીં ક્ષણે ક્ષણે, કોઈક વખત કેને, અભિમાનનો, માયાનો અને લોભના પુરજા, શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શના, આરંભના પુરજા ઉપરાઉપરી જમે માંડ્યા જાય છે.
જ્યાં ફરનીચરથી ભરેલું ભવન (ઘર) ભાડે રાખ્યું છે, કેડીની કમાઈ નથી, અને ઉપરાઉપરી પુરજા જમે મંડાય ત્યાં દશા શી થવાની? તે સમજે કેણ? છકેલાને બીજુ ન સૂઝે, તે તે તેમાં પણ આનંદ પામે. લાલા સાહેબ બની બહાર ફેરે તેવા છેકેલા સિવાય બીજું કોઈ ન નીકલે. આ જીવ પણ અત્યારે છકેલો છે. એટલું મોટું ભાડું ભર્યું જાય છે, પુરજા લખે જાય છે, તે કઈ કમાણી ઉપર ? તેને વિચાર છે? તે વિચાર હોય તે વિચારવાળે, નહિતર છકેલે. વિચાર કરો કે આપણે છાક ઉતર્યો છે કે નહિં? મકાન બાંધી મુદતનું ભાડે રાખ્યું છે. તેનું ભાડું ભયે જ છૂટકે છે, આ (શરીર) તે બાંધી મુદતનું મકાન છે. મોંઘા ભાડાનું છે. આ પુન્ય તે ખાવાનું જ. આહાર, શરીર,