________________
૧૨૦
આગમ દ્વારક પ્રવચન શ્રેણી તેડે છે. આપણે પહેલા ભવના પુ તેડીએ છીએ, શાસ્ત્રકાર પરમાર્થ દષ્ટિએ બીજું કહે છે કે જાનવર શાહકારીમાં વધે છે. આપણે દેણદારીમાં વધીએ છીએ, નશીબ આત્માએ કરેલી ચીજ છે. જાનવર જળતા ભવિષ્યવાળું છે. જ્યારે મનુષ્ય મંદ ભવિષ્યવાળે છે. કેમ ? જાનવરને અકામ નિર્જરાના સાધને ડગલે પગલે છે. ક્ષુધા તાપ, ટાઢ સહન કરવાથી ઊંચગતિ મેળવવા લાયક છે. મનુષ્ય “હું અને મારૂં” -એમ મમતામાં મરી પડે છે. બકરામાં બખે છે. મનુષ્યમાં મમ્મ છે. તેથી મેં મેં બોલે છે. મનુષ્ય એ મારૂં હું એને, એ મારા, જતી વખતે જાનવરને જોવાનું રહેતું નથી અને આ (મનુષ્ય) ડોળા કાઢી જુએ છે. મા, બાયડી, છેક, છોકરી, ભાઈ ભાંડુ તરફ આંખ ફાડી જુએ છે. એ કરતાં બકરા સારા કે નહીં? ઝળકતું ભવિષ્ય કેનું ગણવું? મનુષ્ય જીવનમાં આ દશા તે પછી ક્યા જીવનમાં સુધરવાને ? સમકિતી ત્રણે કાળનો વિચાર કરે :
આચારાંગમાં જણાવ્યું કે, આત્માને ખેળવાવાળા ઘણુ થોડા છે. વિચારશે તે માલુમ પડશે કે આ જીવને ધર્મવાસને કેટલી મુશ્કેલ છે ? વગર શીખેલાની વાસના કેમ બેસે ? આહારાદિની વાસના અનાદિથી ભરેલી છે. આત્માની અન્વેષણ ક્યારે કરી ? હવે મનુષ્યભવ મધે ત્યાં આત્માની અન્વેષણ નહીં થાય તે ક્યારે થવાની? અપૂર્વ મળેલે વખત આત્માની ખોજમાં નહીં જાય તે પછી ક્યારે અને કેમ મેળવશે? આ વખતને દુરુપયોગ થાય તો ખરેખર નદીમાં તણાઈ રહ્યો છે, પૂર આવ્યું છે, વાદળમાં ચંદ્ર ચમક, વાદળ વિખૂટું પડયું. તણાતો મનુષ્ય ચંદ્રમાં ચિત્ત ક્યારે ચોંટાડે? તે એક નદીના પૂરમાં તણાઈ રહેલાનું ચંદ્રમામાં ચિત્ત ચોંટતું નથી, તો અનાદિથી સંસાર સમુદ્રમાં તણાઈ રહેલ વિષયમાં વલખા શી રીતે મારે છે ? ભાન ખસી ગયું છે. અહીં જેનું ભાન ઠેકાણે હોય, ભાન ખસેલું ન હોય, તે અનાદિકાળના આહારાદિમાં પિક નહિં મેલે. સમજે છે કે- અનાદિકાળથી તેમાં પોક મેલતે આવ્યો છું. મરેલ પાછળ આખું જગત પેક મૂકે છે, તે પણ કઈ મરેલે પાછો આવતું નથી. તેમ આ પાંચની પંચાત કરું તો પણ આહારાદિ મારા થવાના નથી. આહાર શરીર, ઈન્દ્રિય, વિષયો અને તેના સાધને તેની પિક નકામી છે, તે માટે પ્રથમ તો નિર્ભાગીને બુદ્ધિમાન, ઋદ્ધિમાનના કૂલમાં અવતરવું મુશ્કેલ, આત્માને ખળ કરવાની ખડકીમાં પેસવું મુશ્કેલ છતાં અનાદિકાળના ભટક્તા