________________
૧૧૮
આગોદ્ધારક પ્રવચન શ્રેણી સવારમાં ચોરીની બૂમ પડી. પોલીસ ચારે બાજુ ફરી. પત્તો ન ખાધે, તેવામાં એ ઘરને કાંઠે ઝાડ ઊગેલું, કીડીઓ ઝાડ પર ચઢે છે. ઠેઠ છેડા સુધી જાય, વાયરાથી કીડીઓ નીચે નમી પડી જાય છે. પોલીસે વિચાર કર્યો કે અહીં કુલા છે. અંદર માણસે ઉતરી કુલા કાઢી લીધા. કીડીને તરત માલમ પડી. કુતરા અજાણ્યા સ્થાનમાં એક વખત ગયા તે ભુલા ન પડે. તમે દસ વખત જવાં છતાં ભુલા પડી જાય છે. એને સંજ્ઞા ગણે છે. આ બધી વિષયની સંજ્ઞાઓ છે. સ્થાવરોને ઘસંજ્ઞા, વિકલેન્દ્રી તથા અસંજ્ઞી પંચેન્દ્રિયને હેતુવાદોપદેશિકી સંજ્ઞા, શરીરના પોષક વિષયો તેની સંજ્ઞા, દીવેલ પર કેટલી કીડી આવે છે? ઘી પર કેમ આવે છે? કહે એને અનુકૂળ વિષય ક? પ્રતિકૂળ વિષય કર્યો, તે સમજવાની, જાણવાની તાકાત છે. તેથી અનુકૂળ વિષે પકડે છે. મસાણમાં રાખેડાના લાડવા ઉપર કીડીઓ ચઢે છે? વિષયની અપેક્ષાએ દેરાવું એ તે જાનવર પણ દોરાય છે. તાત્કાલિક વિષયે માટે વિચારો કરવા તે વિકલેન્દ્રિયમાં અને ઢોરઢાંખરમાં પણ છે. ઉંદર બેચાર ફસાયા દેખે તો સાવચેત થઈ જાય. આ જીવ અનંતાને ફસાએલા દેખે તે પણ ઝંપલાય, કારણ એક જ ને તે એ કે, એ વિકલેન્દ્રિય જીને, જાનવરને વિષય કરતાં વિમાસણ વધારે છે. ભવિષ્યની વિમાસણ વધારે છે. આ જીવને ભવિષ્યની વિમાસણ જ નથી. શાસ્ત્રકહે છે કે જેને ભૂત-ભવિષ્યના ભવને વિચાર નથી, તેને અસંસી એટલે વિચાર શૂન્ય ગણવા, વગર વિચારનો અવિચારી કહે. જેને ભૂત અને ભવિષ્યના ભવના વિચાર આવ્યું નથી તે વગર વિચારને. ગણધર મહારાજાએ જીનેશ્વર દેવ પાસેથી તત્વ મેળવ્યું. વૈરાગ્ય થયે સાધુપણું લીધાં પછી પેલા ગણેશ ત્યાં માંડ્યાં? કયાં?
અહીં કેટલાકને આ સંજ્ઞા હેતી નથી. પૂર્વ દિશામાંથી કે પશ્ચિમમાંથી કે ઉત્તર દિશામાંથી કે દક્ષિણ દિશામાંથી હું આવ્યો છું, હું અહીંને આત્મા નથી. અહીં તે આ છું. અસલને વતની હોય તેને વેટ આપવાને હક છે. તેમ આ જીવે વિચારવું જોઈએ કે, આ ભવને વતની નથી. અહીંથી પરલોકમાં કાણું થઈશ તે પણ માલમ નથી. પહેલા ભવને કે ભવિષ્યના ભવને વિચાર નથી. તેને વર્તમાનને વિચાર હોય જ ક્યાંથી? વિચાર કરે છે? આ જીવને જે ધર્મ સંજ્ઞા ન મલી હોય, સમ્યકત્વવાળો ન થયો હોય તેને ચાર જ વિચાર હોય. આહાર, શરીર, વિષય અને તેના સાધનો, આ ચાર