________________
૧૦૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી માટે કહ્યું તેમ પુન્યવાળો તિરસ્કારપાત્ર શબ્દ ન ગણાયે, જે પાપ શબ્દ ગણાય. એક પણ જગે પર પુન્યદષ્ટિને હલકી નથી ગણતા. કેઈપણ જગે પર પુન્યને ક્ષય કરવા માટે તીર્થકર મહારાજાએ ન જણાવ્યું. આથી ભેદક રાજનીતિ પકડી પુન્યને પડખે પકડી પાપને પક્ષના કર્યો. એક જ મુતરની કુડીના બે કકડા છે. સારી અને નિર્બળ એવો પુન્યને પક્ષ તેને પડખે લીધે. પડખે લઈને સલેપાટ કાપવો હોય તે લોઢાની કરવત જોઈએ. લાકડું કે મોટે પાટડે હોય તે છીણી કામ નહીં લાગે. પાપના સલે પાટને કાપવા માટે પુન્યની કરવત આગળ મેલવાની જરૂર, તે મુદ્દાએ પાપને ક્ષય, પાપનો ઉદય પાપી જણાવ્યું, પણ પુન્ય બંધાઈ જવાને ડર ન બતાવ્યું, એને પક્ષમાં લીધું છે. એ પુણ્ય દ્વારા મોક્ષ સુધીનું કામ લીધું છે. એથી મનુષ્યપણું અને પંચદ્રિયપણું મેક્ષે જવા સુધી રાખ્યું છે. એ હથીયારને લોઢા તરીકે કેઈ નથી માનતું, હથીયાર તરીકે માને છે. ઉદયના પ્રતાપે સારું નથી ગયું. કર્મનાશનું સાધન છે, તેને પ્રતાપે મનુષ્યપણું સારૂં ગયું છે. મોક્ષ ને સર કરી દે હીરાને તાબામાં કરી ઘે. હીરાને બેર પેટે આપી તે લેનાર શાહુકાર છતાં ચાર ગણીએ. આપણને મોક્ષની નિસરણી મળેલી છે. મોક્ષ મેળવી આપનાર મોટો પદાર્થ મળેલ તેને જાનવરની સ્થિતિમાં મૂકો. પાંચ ઈન્દ્રિયના વિષયની સ્થિતિ, કાવ્યકારો તેને પશુકડા કહે છે. જાનવરની કીડાએ કીંમતમાં આને વટાવી દ્યો છે. તમને ખરેખર કહેવું પડે છે કે મનુષ્યપણું હરામીથી મલ્યું છે, નહીંતર આવી રીતે પશુકડામાં વટાવી ન નાખે. બાપકમાઈ વાળાને પૈસાની કિંમત ન હોય. આપણને હરામીનું મનુષ્યપણું આવેલું ગયું છે. કાંત બાપકમાઈનું મનુષ્યપણું આવેલું છે. ચાહે તે કારણથી મેક્ષની નિસરણરૂપી મનુષ્યપણુ શાના પેટે હારી જઈએ છીએ? આને વહીવટ કરવાની આપણને સમજણ આવી નથી. આની ઉપર એડમિનીસ્ટેટ નીમ્યા વગર આ મિલક્તની વ્યવસ્થા થઈ શકે નહિ, તે માટે ગુહરં સ્વસ્થ તોતિ પોતાનામાં અમુક સમજણ ન આવે ત્યાં સુધી રીસીવરના તાબામાં રહી આગળ વધવું જોઈએ. આ આત્માએ મનુષ્યપણાની વ્યવસ્થામાં માથું મારવનો હક ન રાખવે. ગુરૂ રીસીવરના તાબામાં રહી આગળ વધવાને ઉદ્યમ કરો. આની વચમાં વહીવટમાં માથું મારે તે નાલાયક ગણાય. રીસીવરના હુકમમાં ન રહે, સામે પડે તે ફજદારી ગુન્હ ગણાય છે, તેમ અહીં જ્યાં સુધી