________________
૧૦૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી દેના પડા. ફરમકું સભાકી વચ્ચે સુંઘાડી. મતલબ એ છે કે અક્કલવાલા ધૂળ; ધમધોકાર પ્રભાવિત કરતા હૈ.
કહેવાનું તત્વ એ છે કે અક્કલવાળા ધૂળને પણ કિંમતી ગણાવે તો આ શરીર કે જે મોક્ષની નિસરણી તુલ્ય છે તેની વ્યવસ્થા ન કરી શકીએ? રીસીવર કે ઍડમીનીસ્ટ્રેટ નીમી ઉપગ ન કરી શકીએ તો? મિલક્તની મહત્તા સમજ્યા વગર વ્યવસ્થા કરી ન શકીએ તો આપણે પાગલ ગણાઈએ. એથી દરિયામાં જેમ એક લાકડાની કિંમત છે તેમ આ સંસાર સમુદ્રમાં હાડકાંની ચામડાની સંસાર સમુદ્ર પાર ઉતરવાને અંગે કિમત છે. અપાર આ સંસાર સમુદ્રમાં અનંતા પુગલ પરાવર્તન થયા અને થશે, જ્યારે ત્યારે નાવડીના નાવિક બનીને નિમક થઈશું ત્યારે જ પાર આવવાને, નહીંતર દરિયાને કાંઠે મળી શકવાને નથી. આવા સમુદ્રમાં શાસ્ત્ર શ્રવણ શ્રદ્ધા સંયમ-વીર્ય દુર્લભ છે. તેમ મનુષ્યપણુ પણ દુર્લભ છે. જીવ માત્રને માટે આ નિયમ છે. આ વિચારશો ત્યારે આઠમા દેવલોક સુધી ગએલે દેવતા મનુષ્યપણાના ફાંફાં મારે છે. ત્યાંથી મારીને તિર્યંચ પણ થાય. નવ, દશમ, અગીઆરમે બારમે દેવલોક હોય ત્યાં મનુષ્યપણું રજીસ્ટર, બીજા સુધી એકેન્દ્રીયપણામાં પણ ઉતરી જવાનું થાય. નિયમિત ૯–૧૦–૧૧–૧૨ માં દેવલોકમાં મનુષ્ય જ જાય તે ચોકકસ. તિય ત્યાં જતા નથી. મનુષ્યપણામાં પણ નિયમિત આવી શકે તે ૯ – ૧૦ – ૧૧ ને ૧૨ મે દેવલેક, નવગ્રેવેયક તથા અનુત્તરમાંથી આવી શકે.
દેવતાને જે ચીજ મુશ્કેલ તે આપણને મળી, તેની કિંમત ન ગણું શકીએ તો આપણા જેવો કોઈ ભૂખે નહીં. આ કારણથી જ જીવમાત્રને મનુષ્ય પણ મળવું તે ઘણું દુર્લભ છે. વળી તેમાં દુઃખને નાશ કરનાર એવું સદ્દધર્મરૂપી રત્ન મળવું મુશ્કેલ હોય તેમાં તે નવાઈ જ શી? આ બન્ને દુર્લભ વસ્તુ આપણને સાંપડી છે. તે તેને સદુપયેગ કેમ થાય તે વિચારવાની તમારી ફરજ છે એમ સમજી જે કઈ ભવ્યજી પિતાની ફરજ સમજી ધર્મ કરશે તે આ ભવ પરભવ કલ્યાણ મંગલિક માલાને પ્રાપ્ત કરી મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે,