________________
૧૦૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી જીવને મનુષ્યપણા સિવાય ન રાખતે. પરમેશ્વરને બધા ઉપર ઉપકાર ષ્ટિ હેવાથી બધાને સારી સ્થિતિમાં રાખત. પણ પરમેશ્વરનું આપેલું મનુષ્યપણું ન રહ્યું. તેમ જ આપણે મનુષ્યપણું મેળવીએ તે બીજાને અડચણ નથી. પરાધીનતા કે બીજાને અડચણ પડતી હોય તો તે મેળવવી મુશ્કેલ પડે. પણ મનુષ્યપણાને અંગે ઉપર કહેલ ત્રણ બાબતેમાંથી કંઈ પણ કારણ નથી, છતાં મનુષ્યપણું મુશ્કેલ કેમ? લંગડો, બહેરો, મુંગે, આંધળા, ઉન્માર્ગ છોડી માગે આવે તેમાં માર્ગ મુશ્કેલ નથી, પરાધીનતા નથી, વિન્ન કરનાર નથી તે તેવાને માર્ગ હાથ આવવામાં મુશ્કેલી કેમ છે? જો કે વસ્તુની મુશ્કેલી નથી. પરાધીન નથી, વિઘકરનાર નથી, છતાં માર્ગે આવવાની સામગ્રી તેની પાસે નથી. ઉન્માર્ગમાંથી માર્ગમાં પગ હોય તો જ માગે આવે. એ મનુષ્યપણું કે જેની ઉત્પત્તિમાં મુશ્કેલી નથી, પરાધીનતા નથી, બીજાને વિન્ન કરનાર નથી, તે મુશ્કેલી કેમ? ફક્ત એક જ કારણ કે સામગ્રીને અભાવ. મનુષ્યપણું મેળવવાનાં કારણો
આગળ હી આવ્યો છું કે કઈ પણ જીવ મનુષ્યપણુમાં આવે તેણે પહેલા ભવમાં ત્રણ વસ્તુ મેળવી હોય તે જ મનુષ્યપણામાં આવી શકે. તે ત્રણ વસ્તુ કઈ?
पयइ अ तणुकसाओ दाणरुइ मज्झिमगुणो अ।।
એટલે કે કે સ્વભાવથી જ અલ્પકષાયી હોય ને દાન આપવાની રુચિવાળ હોય, તે તથા મધ્યમ ગુણવાળો હોય તે જીવ મનુષ્યપણું મેળવી શકે છે. સ્વભાવે પાતલા કષાય, દાનરુચિપણું, લજજા, દાક્ષિણ્યતા વિગેરે મધ્યમ ગુણ હોવા જોઈએ. આ ત્રણ ચીજ જેની પાસે હોય તે મનુષ્યપણામાં દાખલ થાય. આ ત્રણ ચીજ ટકાવી રાખીએ તે રાંડરાંડને અવતાર, બિચારી રાંડરાંડ પાસે, ૫, ૧૦, ૧૫ હજારની મિલક્ત હોય, વ્યાજે મૂકે, મુડીનું રક્ષણ કરી, વ્યાજમાંથી નિભાવ કરે, મિલક્તમાં વધારો કરે, ખરચ કાઢે. તે મરદ હોય તેટલી મિલકતમાંથી વ્યાજમાંથી નિર્વાહ કરે તો રાંડરાંડ. આપણે આ ત્રણ રકમ રાખી મેલીએ. પ્રકૃતિએ પાતળા કષાયપણું, દાનરુચિપણું અને મધ્યમ ગુણ. આ ત્રણ વસ્તુ રાખી મેલીએ તે રાંડરાંડમાં ગણાઈએ. હવે ત્રણમાં ખુટકે આવે તો કુળમાં કલંધર. બાપની મુડી સાફ કરવા મંડે તે કલંધર. આ ત્રણ ચીજમાં ખામી આવે તે કુળમાં કલંધર પાક્યા કે બીજુ કાઈ ?