________________
પ્રવચન ૧૧ મું
૯૫
ચારમાંથી એક કર્મ આત્માના અનંતા સુખ ગુણને ઘાત કરનાર નથી, માટે આત્માને સુખસ્વભાવ હોય તેમ મનાય નહીં. જો કોઈ રોકનાર હોય તો તે પાંચ ઘાતી કરમ માનવા જોઇએ, તો સુખાવરણીય કર્મ જુદું માનવું જોઈએ. પણ સુખાવણીય કર્મ તો માનતા નથી, તે કહો કે, આત્માને સુખ સ્વભાવ નથી. જગતમાં સાધન એ શકિતને રોકનાર નથી પણ સાધન સાધનના પ્રમાણમાં શકિત ખીલવે છે. એકના હાથમાં સેય આપી, સેયનું સાધન મળ્યું તે કામ કરે તો સેય જેટલું, તરવાર જેટલું કામ કરવાની તાકાત સેયમાં નથી. જેના હાથમાં સેય આવે, છરી આવે તેટલીજ શકિત ફેરવી શકે તો સમય એ શકિતને રોકનારી ચીજ નથી. એ મદદ કરનારી ચીજ છે. તે મદદ પણ તેટલામાં જ કરે કે પોતાના શાયકનું કામ થતું હોય. તેમ શાતાવેદનીય પુલો તે મદદ કરનારા છે. સુખમાં સહાય કરનારાં છે. પણ શાતા વેદનીયમાં તાકાત હોય તેટલી સહાય આપે. લાગેલા શાતાવેદનીય કેટલું સુખ ભોગવાવે? જેટલી શાતા વેદનીયની તાકાત હોય તેટલું વેદાવે પણ સંય પણ મુદ્દલ ન હોય તેમ મુદ્દલ શાતાદનીય ન હોય તે સુખ મુદ્દલ નહીં ને ? વાત ખરી પણ પણ આપણે પગલિકમાં નથી જતા, આત્મીય સુખમાં આવીએ છીએ. દ્રષ્ટાંત ફેરવીએ ચમા ઘાલીએ, કાચમાં જેટલી તાકાત તેટલું દેખીએ, આંખનો દેખવાને સ્વભાવ તેમ, આત્માને સુખનો સ્વભાવ રોકાણ કરી પોતા જેટલું જ દેખાડે. આત્માના સ્વભાવનું સુખ દવા દે નહીં. છોકરાને ઠેલણીયા ગાડી હોય તે છોકરો ગાડીના હિસાબમાંજ ચાલે. ઠેલણીયા ગાડી ગતિમાં મદદ કરનારી છે પણ દોડ કરવાને લાયક નથી, તેમ આ શાતાવેદનીયના પુદગલો ઠેલણીયા ગાડી પેઠે સંસારિક સુખમાં મદદ કરનાર છે, પણ આત્માના સ્વાભાવિક સુખ ભગવતી વખતે ઠેલણીયા ગાડી મદદ કરતી નથી. એસ્થિતિએ આત્માનું અનંતુ શાન દર્શન વીર્ય સુખ છે, આ રજીસ્ટર છે. કોઇ કાળે પણ શાનમાં લેશમાત્ર ઓછાશ થાય નહીં. દર્શનમાં કોઈ કાળે, વીતરાગતામાં રજ પણ ઓછું થાય નહીં. અનંતા સુખમાં સહેજ પણ ન્યુનતા થાય નહીં. આ બધાને રજીસ્ટર કરવાનું કોઈ સ્થાન હોય તો તે ક્ષ સ્થાન જ છે. મનુષ્યપણામાં કેવળજ્ઞાની રહે તે આઠ વર્ષ ઉણા કોડ પૂર્વ વરસ સુધી અગર જધન્યથી અંતમૂહૂર્ત સુધી. સર્વકાળ માટે રહેવાની તાકાત અહીં નથી. તે કેવળ સિદ્ધપણામાં રજીષ્ટર કરવાનું છે, આમ પણ મનાવતા અને સુખ મનાવતા મહેનત પડે છે. જાણવા છતાં સિધ્ધપણાનું સુખ બીજાને કહી શકાતું નથી - બે છોકરીઓ હતી, બાર ચૌદ વરસની થઇ, ઘરમાં લગનની વાત થઈ, બે બેનપણી એકમેક જેવી, માબાપ પરણાવવાની વાત કરે છે. પરણવામાં થાય શું, માટે પહેલી પરણે તેણે પતિ સાથે અનુભવેલા સુખની વાત કહેવી, સાસરે ગઈ,પાછી મળી પણ બોલી શકતી નથી. એકજ દિવસમાં લુચ્ચી અને જુદી થઈ ગઈ? કહે શું? કુંવારી કુંવરીની વાત સાચી છતાં લુચ્ચી લાગી. અનુભવ ન હોવાથી તેમ સંસારી જીવ ઈંદ્રિયો દ્વારા થતા શાનરૂપી