________________
પ્રવચન ૬ ટું
૫૫ રૂપ વાવેતરથી થાય છે, તેની સાથે દેવલોક તો અવશ્ય પ્રાપ્ત થાય જ. અર્થાત મેક્ષરૂપી ધાન્યની અપેક્ષાએ દેવલોક રૂપ ઘાસ તો એની મેળાએ જ નિપજવાનું છે. એમ ધર્મનું સ્વરૂપ સમજવી મધ્યમ બુદ્ધિવાળાને તેમાં જોડવામાં આવે છે.
જેમ ખેડૂત એ ધાન્યને સાધ્ય ન ગણતાં ઘાસને સાધ્ય ગણે તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવ પણ મશ્ન એ સાધ્ય ન ગણે ને દેવકને જ સાધ્ય માને છે તે પણ ખેડૂતની પેઠે મૂર્ણ સમજવો. તેથી આ જીવને મુખ્ય સાધ્ય તરીકે મોક્ષ છે. મેક્ષા બહારની કોઈ ચીજ નથી. તેથી ધર્મ એ સર્વોત્કૃષ્ટ ફળ મોક્ષને જ્યારે આવે છે ત્યારે તેનાથી નીચેના ફળ તરીકે ગણાતા સ્વર્ગને તો આપે જ તેમાં નવાઈ શું? આવી સમજણ મધ્યમ બુદ્ધિવાળાને આવવી જોઈએ.
હવે બુધ એટલે પાંડિત. તેને ધર્મ કઈ રીતિએ સમજાવે છે તે જરા જુઓ:કે જેમ વટેમાર્ગ જોડેને વળાવ ગામ લાવી દેતા નથી. રસ્તો પકડી લાવતો નથી પણ અનુકુળ રકતે લઇ જઇ વચમાં આવતું જંગલ ઉલ્લંઘન કરાવી તે વળાવો ગામ નજીક લાવી મૂકે છે, તેમ અહીં ધર્મ એ મોક્ષરૂપ નગરના વટેમાર્ગ તરીકે નીકળેલા જીવને વળાવીયા તરીકે છે એટલે કે ધર્મના ખજાનામાં મોક્ષ ભરેલ નથી પણ મોક્ષ એ આત્મ સ્વરૂપ છે. ને તેવા મોક્ષના સ્વરૂપને પ્રાપ્ત કરવામાં આ આત્માને સંસારરૂપ જંગલ નડે છે. (આડું આવે છે, તેમાં ધર્મ એ અવળે માર્ગે ન જવા દેતાં સીધે રસ્તે લઈ જાય છે માટે ધર્મ એ મોક્ષમાર્ગમાં જતાં જીવને વળાવા તરીકે છે. આ પ્રમાણે પાંડિતને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.
વળી પણ કહે છે કે જેમ વટેમાર્ગુને જવા લાયક શહેર સ્થિર છે તેમ અહીં મોક્ષરૂપ નગર તે પણ સ્થિર છે. વટેમાર્ગ તે શહેરમાં જવા ઇરછે છે, વચમાં વાટ આવે છે. જેમ સંસારી વટેમાર્ગુને વચમાં ગાડી, રણ રૂપ જંગલ નડે છે તેમ મોક્ષના વટેમાર્ગુને સંસારરૂપ ટવી નડે છે. ત્યાંથી પાર ઉતારી મોક્ષના નગરમાં ધર્મ લઇ જાય છે. આડો રસ્તો આવતાં સાવચેત કરી સીધી સડકે લઇ જનાર એક ધર્મ છે. આપણે સંસારરૂપી મેટા જંગલમાં પડેલા છીએ પણ તેને ઓળંગવાની આપણી એકલાની તાકાત નથી, જેથી સાથે વાટમાં ભોમીયો જોઇએ-તે ભેમીયા તરીકે ધર્મ છે. તે ધર્મરૂપ ભોમીયો આપણને વિષમ વાડમાંથી પાર ઉતારી મોક્ષનગર પ્રત્યે લઈ જાય છે. આ પ્રમાણે પંડિતને વિસ્તારથી ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. આવી રીતિએ બાળક, મધ્યમ અને પંડિત ત્રણેને સમજાવી શકાય તેવા ઉપદેશથી ધર્મઘોષ સૂરિજી ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. મૂળગ્રંથકર્તા હેમચંદ્ર સૂરિજી ત્રણે જગા પર ધર્મ શબ્દ ઉચ્ચારી ધર્મઘોષ સૂરિજી દ્વારા ધનાસાર્થવાહને ધર્મ ઉપદેશ અપાવ્યો અને તેથી કલ્યાણ ને મોક્ષની પ્રાપ્ત થાય છે, એ ધર્મ સિદ્ધ થયો.
આ સાંભળી જેઓ ધર્મ કરવામાં પ્રવૃત્તિવાળા થશે તે જીવો આ ભવ અને પરભવની વાંદર કલ્યાણ મંગલિકમાળા પ્રાપ્ત કરી ઉત્તરોત્તર મા સુખને વિશે વિરાજમાન થશે.