________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી આમ, સંવર, આદિ બધાનું સ્વરૂપ જાણે પણ જોડે ચારિત્ર મોહનીયના ચક્રાવામાં પડી જાય તે જાણ્યું ગયું બધું ધૂળમાં. બધા રોજ સાંભળીએ છીએ, બીજાને સમજાવીએ છીએ કે પાણીમાં બાચક ભર્યું શું થાય? આ કોણ નથી જાણતું, માનતું, છતાં નદીમાં જતા ઇએ, લગીર પાણીમાં આવી જાવ તે વખતે કાઉસ્સગ્ન ધ્યાનમાં હાથ કેટલા રહે છે? શામાં બાચકા ભર્યા ? ૫૦-૬૦ વરસ સુધી “પાણીમાં બાચકા ભર્યા, કંઈ ન વળે” તે બોલતે હતે. અત્યારે શું કરવા માંડયું? જીંદગીની ચાહનામાં ચડે તે વખતે ૭૦ વરસની સાન સુકાઈ ગઈ, ૫૦ની પંડિતાઈ પાણી થઈ ગઇ, જીંદગીના મમત્વભાવથી, જીવવાની ઇચ્છાથી ૫૦ની પંડિતાઈ પાણી થઈ ગઈ તે અહીં ચારિત્ર બેહનીયન ઉદય થાય ત્યાં સમ્યકત્વીઓ આદરી ન શકે તેમાં નવાઈ નથી.
આવી રીતે ઘાતિ અને અઘાતિને વિભાગ જેને માલુમ નથી, અનંતી વખત ત્યાગી થયા, સાધુપણા લીધા, તેમાં માનું બીજ વાવ્યું નહીં તે ઉગે ક્યાંથી? અનંતકળને વ્યવહારરાશીને જીવ એકકે એવો નથી, કે જેણે અનંતી વખતે દ્રવ્ય ચારિત્ર ન લીધા હેય. છોકરો છ વખત ગેખે, આવડે નહિ, પણ જ્યારે આવડે ત્યારે છ વખત ગેખવાના પ્રતાપે. લાખ લીટા કર્યા પછી આખીરમાં એકડો. આ જીવને અનાદિકાળથી પુલની પલેજમાં પરાયણતા હોય તે એકદમ શી રીતે છોડે? પહેલી આત્મકલ્યાણની બુદ્ધિ વગર પણ અઠવાડીયા, મહીનાએ, કાઢવા જોઇએ. બી. એ. માં બે વરસ રાખવા પડે છે. માર્ગ ભૂલેલાને ઠેકાણે આવતા તેટલે જ સમય લાગે
આ અનંતકાળની જડ ઉખેડવી તેને અભ્યાસ કાળ કેટલો? અનાદિકાળની જડ ઉખેડવામાં અનતે અભ્યાસ જોઇએ. મિથ્યાત્વ કર્મબંધન કયારનું? અનંતાપુદ્ગલ પરાવર્તનથી થએલ બગાડે છે. જેમાં હાથના કરેલા હૈયે વાગે છે. સુધારવા માટે પણ તેટલો સમય લાગે. અનંતા પુદ્ગલ પરાવર્તથી આ આત્મા ભૂલે પડે છે. ભૂલા પડયાને જેટલો વખત તેટલો વખત ઠેકાણે આવતા થાય. અવળે માર્ગે ચઢીને જેટલો વખત કાઢે તેટલો વખત સવળે માર્ગે આવતા જોઈએ. દ્રવ્ય વગર ભાવમાં આવી શકે નહીં
આ દ્રવ્ય ચારિત્ર આત્માની અપેક્ષાએ તેનું ફળ કંઈ નથી પણ અવળે માર્ગ આ મટી ગયો. વિષયાનંદ જે જડ ઘાલીને આત્મામાં બેઠો હતો, તે દ્રવ્ય ચારિત્રને લીધે ભવાભિનંદીપણું ચાલ્યું ગયું. દ્રવ્ય ચારિત્ર પણ એવી ચીજ છે કે જે ભવભવ સુધી સાથે રહે છે. ભાવચારિત્ર તે રહે. મહાવીર મહારાજના ચરિત્રમાં મરીચિના ભવમાં ત્યાગી થયા, જ્યાં દેવલોકથી મનુષ્યમાં આવ્યા ત્યાં ત્યાગી; ભલે પછી સંન્યાસી. ત્યાગી, દ્રવ્યત્યાગને પણ સંસ્કાર લાંબો ચાલે છે. વગર ઉપગે તે