________________
પ્રવચન ૯મું
૭૩
પરભવ, પુન્ય, પાપ, વિગેરે માન્યતાવાળું ભવ્યને પણ આવી જાય, પણ સમ્યકત્વના સ્થાન તરીકે જે આસિતકય તે છે આસ્તિયે ધ્યાનમાં લ્યો. જીવની સિદ્ધિ
અસ્થિ નીરો જીવ છે. એવી પ્રથમ માન્યતા થાય, સમજી શકીએ છીએ કે મેં સાંભળ્યું, મેં જોયું, મેં આપ્યું, મેં ફરસ્યું, આમાં મેં એમ કહેનાર કોણ? પાંચે ઈદ્રિય સિવાયને કોઈ મેં છે, જેને અંગે મેં કહીએ છીએ, કદાચ કહીશું કે તે મન છે. મેં તરીકે કદાચ મન લઈએ પણ તે નહીં લેવાય, મેં વિચાર્યું, મારા વિચારો ત્યાં મન જુદું પડયું. એટલું જ નહિં પણ વિચાર, શ્રવણ, દર્શન, પ્રાણન, સ્પર્શન, રસન એ છ વાનાં કરનાર કોઈ પદાર્થ હોવો જોઈએ. અન્યના વિષયમાં અન્યની દખલગીરી કેમ? મેં સાંભળ્યું, તે જીભ સાંભળતી નથી. મેં જોયું, બોલનાર જીભ પણ જીભ જોતી નથી. મેં ફરમ્યું. જીભ ફરસે છે? આ પાંચ પેઢીને હિસાબ એક જગાએ ન રહેતા હોય તે મારે નુકશાન અને ફાયદો એમ કહી શકાય નહિ.એક શેઠની છ જગા પરદુકાન હોય, શેઠ એક માલિક હેવાથી કોઈ પણ એક દુકાને થત ફાયદો કે નુકશાન થાય તો મને નુકશાન થયું કે મને ફાયદો થશે એમ કહી શકે, પેઢીએ એક કંપનીની હોય તો, મજીયારાની એ પેઢીઓ ન હોય તો કલકત્તામાં થએલી કમાઈ મુંબાઇમાં બેઠેલ કેમ કહી શકે કે હું કમાયો? ત્યારે જ કહી શકે કે જ્યાં એ સર્વ પેઢીઓ એક માલિકીની હોય. એક માલિકીની પેઢી અહીં જીભ બોલે છે. મેં સાંભળ્યું, મેં જોયું, મેં ફરહ્યું, મેં વિચાર્યું, મેં સંધ્યું, જીભમાં સાંભળવાની જોવાની કે વિચારવાની તાકાત નથી તો જીભ કેમ બોલે છે? આ બધાને અંગે કોઇક માલિક છે, એમ કબુલ કરવું પડશે. જો જીભથી જુદો માલિક ન હોય તો અર્થાત જીભ સ્વતંત્ર માલિક હોય તો તેને બોલવાને હકક નથી. મેં સાંભળ્યું, જોયું, સુંબું વિચાર્યું, તે બોલવાને હકક જીભને નથી, તેવી રીતે વાઘ આવ્યો, સાંભળ્યું કાને, નાસવાની તૈયારી પગ કેમ કરે છે? પગે કયારે સાંભળ્યું કે પગ દોડવા તૈયાર થયા. આખા શરીરના ઈજીનમાં અંદર ઈજનેર છે. આથી જીવ છે એમ માનવું જ પડે. પાચ ઈંદ્રિય અને છઠા મનથી જુદો એવો એક પદાર્થ અંદર રહેલો છે. આને અંગે શાસ્ત્રકારોએ જે જેવો હોય તેને તેવી રીતે બનાવવું. નાસિતક જીવ નથી એમ કહેતો હતો, તેની સામે એવો મનુષ્ય આવ્યો કે તપાવેલું લોઢું પકડી ચાંપવા માંડયું. તો ફટ ખસ્ય. જીવ નથી, એમ કહેતો હતો પણ જીવ માન્ય, સાબિત થયું કે તું જીવ માને છે. મેથીના કહે છે, પણ અંદરથી જીવ માને છે. ઝાડ સાક્ષી પૂરી ગયું
એક વાણીયાના ગરાસીયા પાસે ૫૦૦ રૂપીઆ વ્યાજ ચડતા થઈ ગયા. વાણીયાને ચટપટ થઈ, ઉઘરાણી કરે, લડે - ગરાસીયો ટુંકારો સહન ન કરે પણ કરે શું? “કયા કરે નર બંકડા કે થેલી કા મેં સંકડા.' ઘણું લાગે, બળી જાય, પણ કોથળી ખાલી છે. કોઇક વખત