________________
૪
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
ખરો? છ ખંડ પૃથ્વીના માલિક ચૌદ રત્નનો પ્રભુ, નવનધાનનો નેતા તે શાકને બદલે
બે પૈસા જેઈએ તો આખા ગામમાં ભટકે પણ ન મલે. તે વખતે તેના મનની દશા કઈ ? તે ચક્રવર્તી ને જે ગુલામી નથી તે આપણે છે. ચક્રવર્તીની ઋદ્ધિને અને બે પૈસાને આંતરૂ સંખ્યાનું. આપણા આત્માનું કેવળ, અને અત્યારે થતું મતિ, શ્રુત તેમાં કેટલું આંતરૂં ? આત્મા સ્વાભાવિક કેવળજ્ઞાનને! ધણી, સિદ્ધને જોડીયે. તે મતિજ્ઞાન મેળવવામાં જિંદગીઓ ગુજારે અને ચારે બાજુ ભટકે તે પોતાની દશા યાદ કરે તે શી દશા થાય ? ગાંડો હોય તો બે પૈસાના મૂળા લાવી ખાય તો ખુશ થાય, પણ મગજ ઠેકાણે હોય તો બળાપાનો પાર નહીં. તેમ આપણે કેવળશાનના ધણી, આપણે મતિ શ્રુત માટે ભટકીએ છીએ. મતિ શ્રુત પણ કેવું? વર્તમાન રાજયોમાં મરી જવું એ ગુલામી કરતાં ઘણું ઉત્તમ છે. તે જગા પર આપણે બે પૈસા જેટલા મતિજ્ઞાનને મેળવવા જિંદગીઓ સુધી ગુલામી કરવાની. આત્મા સમજે છે કે હું માલિક છું. જે પેઢી ઉપર રિસીવર નીમાયા તે પેઢીના માલિક પણ ગુલામ, અહીં રિસીવર નીમાઈ ગયા છે. ભલે પોતે પોતાના માલિક ગણે. પણ રિસીવર નીમાયા પછી માલિક એ મર્યો માલિક, રિસીવરની સહી વગર પેાતાની મુડી પણ મળે નહીં. પોતાની સહી પણ ન ચાલે.
રિસીવરના તાબામાં ગયેલી મિલકતને માલીક છતાં મડદું, આપણે માટે પણ કર્મરાજાએ આ પાંચ રિસીવરો નીમ્યા તેને તાબે ચાલવાનું. શબ્દ સાંભળવા તે કાનની મહેરબાની ઉપર આધાર. ચાખવું, જોવું, સ્પર્શ જાણવા, સુંઘવું, તે બધું ઈંદ્રિયોની મહેરબાની ઉપર આધાર. ૫ પુદ્ગલામાંથી પાસ થાય તે તમને મળે. કાનને માલિક આત્મા, ઈંદ્રિયોના આધાર ઉપર તમારે શાન થવાનું. ચૈતન્યને! વ્યવહાર આત્માના નામે ચાલે. શાન આત્માનું, માલિક આત્મા પણ સબ તુમેરા હુકમ હમેરા–એમ શાનને! માલિક, શાન કરનાર વધારનાર પોતે પણ હુકમ તેને નહીં. રિસીવરમાં પણ વડીલાપાર્જીત મિલકત ઉપર રિસીવર નીમાય. સ્વાપાર્જિત મિલકત હોય તે રિસીવર નીમાતા નથી. પણ અહીં તે સ્વાપાર્જિત ડિલાપાર્જ ત બધી મિલકત રિસીવરોએ કબજે કરી છે, ચેતના આત્માનો સ્વભાવ, ચેતના એ આત્માની વડીલોપાર્જિ ત કે સ્વોપર્જિત કહે છતાં બન્ને રિસીવરના તાબામાં, રૈયત કરતા લશ્કર વધારે હોય ?
જગતમાં બધા દેશના રાજયા તપાસે. એવું જુલ્મી, એકે રાજ્ય નથી, કે જેમાં રૈયત કરતાં લશ્કર વધારે હોય, રૈયતની સંખ્યા કરતાં લશ્કર વધારે હોય તેવું રાજ્ય કોઈ