________________
પ્રવચન ૧૦ મું
૮૯
તો કાકુર. તમે હિન્દુ ખ્રિસ્તુતે મવાત્ મવાન્તાં કૃતિ દ્દિન્તુ જીવ એક ભવથી બીજામાં, બીજાથી ત્રીજામાં, ત્રીજાથી ચોથામાં એમ ફરે. એવા આત્માને તમે માનનારા, હિન્દુ એટલે ચારે ગતિમાં ફરનારા એવા આત્મા માને તે હિન્દુ. આમ માના ત્યારે બિચારા તમને કાફર ન કહે તો શું કહે? જે આસ્તિક શબ્દ શાસ્ત્રમાં વપરાય છે તે માટે લેકોમાં હિન્દુ શબ્દ વપરાય છે. આથી જગતની દૃષ્ટિએ હિંદુપણું ને દર્શનકારોની રીતિએ આસ્તકપશુ માનનારો જીવ જીવાદ આઠ વસ્તુ તત્વને માનનારો છે. એ માનનાર હોવાથી જીવ માન્યો તેને નિત્ય માન્યો એટલે નક્કી કર્યું, કે જીવ મુસાફરી, અહીં મુસાફરી માટે આવ્યો છે.
જિંદગીની જહેમત પલકારામાં પલાયન
વચમાં બાદશાહનો મહેલ હશે ત્યાં જતાં જતાં સાંઈ-ફકીરે પડાવ કર્યા, સીપાઈ આવ્યો. કયું સાંઈ! ઈધર કયા ડેરા લગાયા ! ઈધર સે ચલે જાવ, સાંઈ ! ઈધર સે જાકે સરામે (ધર્મશાલામે) ડેરા લગાવો. સાંઈ કહેને લગે કે હમ તો યહાં હી ડેરા લગાયગા. સીપાઈયે જઈને બાદશાહને જણાવ્યું કે એક સાંય આયા હૈ. યહાં ડેરા લગાયા હૈ. જેમ મુસાફીરીમાં ચડેલા મુસાફીર જંગો જંગો પર ધર્મશાળામાં ઊતર્યો એટલે ઓરડી મારી પણ નીકલ્યા પછી માલિકી નથી, આપણે અહીં વસ્યા, આપણી ઓરડી, આખા સંસાર ધરમશાલા છે. બાપુકી મિલકત નથી, માની લ્યો કે બાપુકી પણ આ સૂઝે કોને? ધરમશાલામાં ઉતરેલા મુસાફર ધક્કામુક્કી કરે તો લાજવા જેવું છે, ખરેખર ધરમશાલા સમજ્યા જ નથી. ધરમશાલા સમજે તો મુસાફરો ધક્કામુક્કો કરે નહિ, પણ ધરમશાલા સમજે કયારે ? જીવ નિત્ય છે, કુટુંબ, શરીર, ધન, અનિત્ય છે. જો જીવ નિત્ય સમજે તો મેળવ્યું તે મેલવા માટે, આ આત્માને નિત્ય અને શરીરને મુસાફરખાનું ન સમજે તેએ બુદ્ધિ આવે નહ. એ છતાં મેળવેલું મેલવું પડે તો મૂંઝાવાનું નથી. શાહૂકાર એક હાથ ચાંદીને ને એક હાથ સાનાના ભરીને દાનમાં જાતે ખરચે તેને અફસોસ નહીં. પણ શાહૂકારનું નાક કપાઈ જાય તો? વેપારમાં આવક જાવક બધું સહન કરી શકે પણ નાક કપાય તે શાહૂકારને પાલવે નહ. તેમ જન્મ જન્મ જિંદગીને જહેમતે જોડેલી ચીજ પલકના પલકારામાં પલાયન કરી જવાની. આ શરીર જન્મથી માંડી બનાવવા, પોષવા સાચવવા માંડયું છે. તે જિંદગીના છેડા સુધી સાચવશે ટકાવશે,, નભાવશે, પલકના પલ