________________
૮૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧મું
સંવત ૧૯૦ અસાડ સુદી ૫ સેમવાર લૌકિક અને લકત્તર આસ્તિય
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ૬૩ શલાકાપુરુષ ચરિત્ર કરતાં થકાં આગળ જણાવી ગયા કે મહાપુરુષનું કીર્તન તેજ કલ્યાણ અને મોક્ષનું છે. આમ હિ શબ્દને નિશ્ચય અર્થ કરી જણાવી ગયા. આથી દ્રવ્યાનુયોગ, ગણિતયોગ તથા ચરણકરણાનુયોગ એ ત્રણ અનુયોગે આ જીવે અનંતી વખત કર્યા, કારણ એ છે કે શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે, દરેક વ્યવહાર રાશિવાળા જીવે અનંતી વખત દ્રવ્યચારિત્ર લીધા છે. જ્યારે ચારિત્ર દ્રવ્યથી ગ્રહણ કરે ત્યારે જીવાદિક તત્વો સહેજે માનવામાં આવે. જીવ ન માને તે દેવલોકની ઈચ્છા પુણ્યનું માનવું નરકને ડર પાપને ભય હોઈ શકે નહિ. જ્યારે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા થઈ હોય ત્યારે અનંતી વખતે દ્રવ્ય ચરિત્ર લીધા, ત્યારે જીવાદિક આઠ પદાર્થોની શ્રદ્ધા થએલી હતી જ, નહીંતર દેવલોકની અભિલાષા થઈ ન હોય તે વગર ઉત્કૃષ્ટ ચારિત્રનું આચરણ થઈ શકે નહિ. તે ન થયું તે નવરૈવેયક સુધી જવાનું થાય નહીં, અનંતી વખત નવ ગ્રંયકે આ જીવે ઉત્કૃષ્ટ ચારિત્રના પ્રતાપે જઈ આવ્યો છે. ઉત્કૃષ્ટચારિત્ર પાળ્યું કેમ હશે? મોક્ષની લાગણી નથી. જો મોક્ષની લાગણી હોય તે સંભવિત છે કે ઉત્કૃષ્ટ ચારિત્ર પાલે. જે વખતે કેવળજ્ઞાની વિદ્યમાન હતા, સમર્થ પર વિદ્યમાન હતા, તેવા વખતે જે ચારિત્ર આચરાતું હોય તે મોક્ષના લાયકનું ચારિત્ર. જે કાળે આચરાતું હોય તે કાળે તેવા દીક્ષિત થનારાં ક્યા ચારિત્રમાં રહે? મોક્ષ થત હોય તે વખત અને મોક્ષ પામનારાના વખતમાં સારામાં સારું ચારિત્ર કેવું આચરે? જે ચારિત્ર આચરાય તે તે મેશના લાયકનું. હંમેશાં એકાસણાની, પર્વતથિએ ઉપવાસની તપસ્યા કરે એવા સમુદાયમાં દીક્ષા લેનારો એકાસણા ઉપવાસ કરે. ચારિત્ર લેવાવાળો સમુદાયની પદ્ધતિને પહેલેથી વિચારે છે. જે કાળે જે સમુદાયમાં જે પદ્ધતિનું ચારિત્ર પળાતું હોય તેવું ચારિત્ર પાળે. એ કાળમાં મકાના લાયકના ચારિત્ર પળાતા હતા. તે વખતે બીજી ઈચ્છાવાળા પણ ચારિત્ર છે તેવું જ ઉત્કૃષ્ટ પાળતા. તીર્થકરોના વખતમાં આ જીવે કઈ વખત ચરિત્ર લીધા છે. તે ઉપરથી કહે કે એવા ઉત્કૃષ્ટ ચારિત્ર અનંતી વખત આવી ગયા. તે વખતે જીવાદિક તત્વની દ્રવ્ય ક્ષેત્રની વ્યાખ્યા કરી હતી. ખરી વાત એ છે કે