________________
૮૫
પ્રવચન ૧૦ મું નથી. અહીંઆ કર્મરાજનું રાજ્ય એવું જબરજસ્ત છે કે આત્માના એક પ્રદેશે અનંતાનંત કર્મવર્ગણાના પુલ છે. જીવ શું જોઈને ઉંચું માથું કરે છે? એક પ્રજા પાછળ એક સીપાઈ રાખવામાં આવે તો પ્રજા માથું ઉંચું ન કરી શકે. તે આ એક જીવની પાછળ અનંતા. અહીં રક્ષણ કરનારા ભક્ષણ કરનારા પણ નીકળે. હંમેશાં લશ્કરને ફોડે કોણ? માલદાર દેશ. માલદાર દેશ ન હોય તે લશ્કર ફડી શકે નહિ. જે દેશને તાબે રાખવો હોય તેને માલદાર આપણા દ્વારાએ રાખો. આત્માની પરાધીનતાની પરાકાષ્ટા
આજકાલ નવી સૃષ્ટિમાં લોન લેકોને કબજામાં રાખવાને રસ્તે. અબજો રૂપિયાની લેન લીધી. તે લેન રાખનારા એજ વિચાર રાખે કે રાજા અમર રહો. દીકરી દઈને નખેદ જવાનું કોઈ ઈચ્છે નહીં. જમાઈનું હું કોઈ ઈચ્છે છે? તેમ લેનમાં પૈસા રોકનાર રાજ્યનું સ્વપ્ન પણ હું ઈચ્છે નહિ. અમર તપમાંજ રહે. પહેલાં તે માલદાર બનવા ન દે. માલ હોય તે રાજીખુશીથી આપણે કબજે સેંપી જાય તે રાખવો. તે રાજ્યને ખસવાને વખત નહીં આવે. આત્મપ્રદેશે અનંતા ચેકીદારો રોક્યા પછી, માલ લીધો કબજામાં, આત્માને માલ શાન, દર્શન, ચારિત્ર, આ ત્રણ તમારી મિલકત. એક બેંક કાઢી દીધી. તેમાં અનામત તરીકે મૂકો. તમે દેખો કે રક્ષણ થાય છે. તેમ તમારી જ્ઞાનાદિકની મિલકત પુલ બેંકના કબજામાં મૂકાવી દીધી. તમને જ્ઞાન દર્શન ચારિત્ર પગલ બેંકમાંથી મળે તેટલી મિલકત કબજે લઈ લીધી. જયાં લશ્કરીઓ વાંહે કરી દીધા ત્યાં આત્માનું શું ચાલે? રિસીવર તરીકે ઈન્દ્રિયોને ગોઠવી દીધી. જ્યારે જોઈએ ત્યારે સહી કરાવીને લ્યો. તે કરતાં વધારે જુલમ કર્મરાજાએ કર્યો છે. તમારા દેશની પેદાશ ઉત્પત્તિ પણ તમારા હાથમાં નહીં. આટલા દેશો છે. આટલા રાજયો છે. પણ દેશની ઉત્પત્તિ તે તો જજાની માલિકીની હય, સોનું આદિ ઉત્પત્તિ ચીજ પોતાની માલિકીની હોય.
યુને આખા દેશનું અનાજ બાળી નાંખ્યું પણ એમાં એને ગુન્હો નથી. જે દેશ જે ઉત્પન્ન કરે તેના માલિક તે પ્રજા હોવી જ જોઈએ. પણ આ કર્મકટકમાં આત્માને શાન ઉત્પન્ન કરવું તેમાં પણ પરાધીનતા, શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનું જ્ઞાન ઉત્પન કરવું તેમાં પણ પરાધીનતા. કાયા પુદ્ગલને પિડ તેની ઉત્પત્તિ તેમાં પોતાને પગદંડો. ચક્રવર્તીને છ ખંડ, ચૌદ રત્ન, નવ નિધાન ચાલ્યા જાય, બે પૈસા માટે ભીખ માગે.