________________
૮૩
પ્રવચન ૧૦ મું આસ્તિકતા થયા વગર એ આવતું નથી. પણ એ લૌકિક આસ્તિય, પરભવ પુણ્ય પાપ માનવા એ લૌકિક આસ્તિકાય છે. જેના મતનું આસ્તિકા છ વરનું માનવાથી આવે છે. પ્રથમ જીવ છે. આ પક્ષ વિચારીએ તે જગતમાત્રમાં બધા કહેશે કે જીવે છે. નાસિતક કદાચ જીવ નથી એમ કહેશે. જીવને નિષેધ કરનાર કોઈ નથી. પણ નાસ્તિક જીવ નથી અને મોક્ષ નથી એમ કહેશે તો શું માનવું? નાતિક જીવ માને છે અને તે નિષેધ પણ કરે છે. નીતીતિ વીવઃ વર્તમાનકાળે જીવિતને ધારણ કરનાર તે જીવ. આમ જીવિતને ધારણ કરનાર લઈએ તે પ્રમાણે જીવ લઈએ તે નાસ્તિક પણ આડો આવતો નથી. તેથી પાંચ ભૂતથી જીવ ઉત્પન્ન થાય છે તેને અંગે તેનું કહેવું એમ છે કે વિજ્ઞાનવર સેમ્યો भूतेभ्यः समुत्पद्यते तान्यैव विनश्यति, न प्रेत्य संशाऽस्तिीति से पांच ભૂતથી ઉત્પન્ન થાય છે ને તેમાં જ એની મેળે નાશ પામે છે. જે ઉત્પન્ન થયું તે નથી એમ કેમ બોલાય? માટે એણે જીવ છે એમ માન્યું. વાસ્તવિક રીતે જે આપણે જીવ માનીએ છીએ તેવો જીવ તે માનતો નથી. જો આપણે એણે માનેલ જીવ માનીએ તે જડ જીવનમાં જોડાઈએ. આપણે બે પ્રકારના પ્રાણ માનીએ છીએ. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
દસ પ્રકારના દ્રવ્યપ્રાણ
દ્રવ્યપ્રાણ એ જડ પ્રાણ છે. શ્રોત્ર, ચક્ષુ, ધાણ રસના, સ્પન ઈદ્રિયના પુદ્ગલે, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય તે પુદ્ગલના ઘરના. જીવના ઘરનું દશમાંથી શું? આ દશ પ્રાણ નાસ્તિક પણ માનશે. જે જતના આપણે કરીએ છીએ તે જડજીવનની. આપણને ભય જડજીવનના નાશને લાગે છે. પાડોશીને ઘરે મરે તેની મેકાણ માટી મંડાય. જે આત્મજીવન તેનું લક્ષ્ય જ નથી. શાનદર્શન ચારિત્ર આત્માનું જીવન તેનું લક્ષ્ય નથી. એમાં શું ઘટયું વધ્યું કે કઈ જીવની દશા છે તેનું શક્ય જ નથી. રાતદિવસ આ જડ જીવનના જતનનું જ લક્ષ્ય છે. એ દશ પ્રાણને જ સર્વકાળ વિચાર કરે. સર્વ તમારૂં, હુકમ હમારે એવી જીવની પરાધીન દશા
તમે હજુ આત્મજીવન ઓળખ્યું જ નથી. આત્મજીવનને ઓળખ્યું હોય તે કેવી ઉદાસીનતા રહે. એક ચક્રવર્તી છ ખંડને, ૧૪ રત્નને, નવનિધાન માલિક છે. તેને શાક બદલે બે પૈસા મેળવવા હોય તો ભીખ માંગવી પડે તો તેની ચિંતાને પાર રહે