________________
પ્રવચન ૯મું
-
~
પુરાંત કેટલી છે તે તપાસ્યું? પુરાંતમાં પલ મેલીને માલ મેળવ્યો છે. કંચનઆદિ ચારને માલ મેળવ્યો છે. આ મેળવ્યું તે મેલવાનું જ છે. સાથે લઈ જવાનું નથી. આ ભવનું મેળવેલું મેલીને જ જવાના છો. પહેલા ભવમાં મેળવેલું તે મેલીને આવ્યા છીએ. સારું લઈને શું ખાવ્યા હતા? પણ મેલો થેલો પણ ખાસડા ખાતા એ ન મેલ. હાય ગયું,
એરરર મેલવું પડે છે. આરર ઓય ઓય કરી મેલે તે કરતાં વોસિરે સિરે કર. હસતાએ પણ, રોતાએ પરોણો તે રોઈને શા માટે સાચવવો? તમે રોવો કે હશે તો પણ મેલવાનું છે. ડાહ્યો હો નૈ હસતા જ સિરે કરને. જો મેલવું છે તો હસતા શા માટે ન મેલવું?
૧૯૧૪ ની લડાઈમાં બહાદુરીથી પાછા હઠીએ છીએ એમ હાંક્યું. એમ મેલતા તે બહાદુરી કર. લકરને રક્ષણ કરવા પૂર્વક પાછા હઠ તે માનસર પાછા હઠયા, તે પણ બહાદૂરી. તે પ્રાણથી મેલને વગર પ્રાણ ગુંથાઈ જશે તેમાં શું? એમ આત્માના પરિણામની ધારા ન બગડે તેવી રીતે છેડ. નહીં તો પરિણામની ધાર બગડશે તે તે રીતે પણ છૂટવાનું તો છેજ. જે મેળવ્યું તે મેલવાનું છે. જો મેળવ્યું તે મેલવાનું છે તો તેમાંથી મારગ કરી લે. પણ મારગ કોણ કરે? આ શરીર ભાડૂતી ઘર છે. આ જીવને માલિક સમજે. અર્થાત જવ નિત્ય છે ને તે સિવાય બધું અનિત્ય છે, એ સમજનારો મેળવેલું મેલતા મારગ પકડી લે. આ આસ્તિકતાનું બીજું સ્થાનક, ચોમાસામાં અળસીયા માફક આ જીવ પુણ્યથી ઉભરાઈ જાય. પણ પુન્યની પિચાશે પદાર્થો નાશ પામી જાય છે પણ જીવ નાશ પામતો નથી. માટે આત્મા નિત્ય છે. આ વિચાર કર્યા. આચાર વિચાર બીજા છે, જીવ કર્મ કરે છે, કર્મ ભોગવે છે, મક્ષ છે, મોક્ષના ઉપાય છે. આ છ વિચાર કરે તે આસિતક. આ છ વિચારો સમ્યકત્ત્વના આસ્તિકતાના છે. પરભવ દેવલોકાદિ માનનાર તે દુનિયાદારીની અપેક્ષાએ અનંતી વખતે તે આસ્તિક થયે. છતાં મહાપુરુષ તરફ કીર્તન વંદન સત્કારાદિ કરી ગુણના બહુમાનના રસ્તે ન આવ્ય, માટે મહાત્માઓના કીર્તન તેજ કલ્યાણ અને મોક્ષનું ધામ છે એ રહસ્ય જાણવું. અને તે હેતુથી જ હેમચંદ્રાચાર્ય પણ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર કહે બાળક મધ્યમ તથા બુધ જનાં લક્ષણ શું હોઈ શકે તે આગળ કહેશે.