________________
૯૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેની જેટલી ચિંતા ન હોય તે કરતાં અનંતગુણી ચિંતા આત્માની હેય. હંસિદ્ધ સરખે, મારી રિદ્ધિ, એ ઈન્દ્રિયો અને પુદગલને આધીન? આ દશાનો વિચાર કરીને આવે? જે જીવ પુદ્ગલ જીવન જીવે તેને એ વિચાર આવે. ડ–જીવનવાળા એ વિચાર ન કરે, દશ પ્રાણવાળાને એ વિચાર આવતો નથી.
આત્માના નિર્મલ આઠ ટુચક પ્રદેશ
આટલું કર્મરાજાએ કર્યા છતાં, આદમી નવા નવા વિચારો કરે ! પણ કુદરતના ગર્ભમાં કઈ જાદુ જ હોય, ચક્રવર્તીએ પિતાના વંશમાં ચક્રવત થાય, તે વિચારમાં બાકી ન રાખે, છતાં તેનું ચિંતવ્યું કામ નથી લાજતું. કુદરત કંઈ જુદું જ કરે છે. તેમ આત્માના પ્રદેશ પર અનંતી કર્મ વણાની ચકી રાખી છે. આત્માનું સામાન્યજ્ઞાન પણ ઈદ્રિયને આધીન કર્યું છે, કુદરત જાદું જ વિચારે છે. કુદરતે આત્માના આઠ પ્રદેશ સિદ્ધ સરખા રાખ્યા છે. નાભિના ચક તરીકેના જે આઠ પ્રદેશ તે હંમેશાં નિર્મળ. તેની પાછળ એક કર્મ સીપાઈ નહિ–સ્વતંત્ર. એ કુદરતે આઠ પ્રદેશની રાખેલી સ્વચ્છતા, સ્વતંત્રતા. આખા અસંખ્યાતા પ્રદેશમાં અસ્વસ્થતા, અસ્વચ્છતા સમગ્ર આત્મ પ્રદેશમાં આવે છે. જે આઠ પ્રદેશને કર્મ લાગી જાય, પુદગલાધીન થઈ જાય તે જીવ ગણાય જ નહીં. તો તે અજીવ જ થઈ જાય. આઠ પ્રદેશો કર્મથી રહિત છે. તેની ઉત્પત્તિ ઇંદ્રિયના તાબામાં નથી. આટલો પણ સ્વતંત્ર દેશ, આખા મુલકને સ્વતંત્ર કરી શકે છે. આઠ પ્રદેશ સ્વતંત્ર, સ્વચ્છ અને અસંખ્યાતા આત્મપ્રદેશને સ્વતંત્ર અને સ્વચ્છ કરી શકે છે. પણ નીતિને નિયમ છે કે કોઈ પણ કાર્ય થાય છે તેમ થઈ જતું નથી, પણ કારણ મેળવ્યા જ થાય. કારણમાં પણ તેનું પોતાનું કારણ જોઈએ. દડો કરવો હોય તે સુતરથી બને. કાપડ બનાવવું હોય ને માટી લાવે તો? માટીથી કપડે કે કોકડીથી ઘડો ન બને. બીજા કારણો કારણ ન બને. ખુદ કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. બીજા કારણોથી કાર્યની સિદ્ધિ ન થાય. માટે કાર્યની ઈચ્છાવાળાએ યોગ્ય કારણ મેળવવા જોઈએ. મેક્ષના કારણો ચાર કહેલાં છે. ચત્તાકર મંviા મનુષ્યપણું વિગેરે ચચ્ચાર કારણો મળી ગયા છે. કામ થઈ જશે પણ કારણ ક્રિયામાં જોડાય તે કાર્ય કરે, કારણ વ્યાપારમાં ન આવે તે પડ્યું પડયું કારણ કાર્ય કરી દે નહિં. મનુષ્યપણું મળી ગયું એટલે મે ન મળી જાય. શેઠની તરવાર કાર્ય કરનાર ન થાય.