________________
પ્રવચન ૯ મું
૭૫
નહીંતર આવી સ્થિતિમાં કોઇ નહીં ધીરે. તે તારૂં ને તારી બાયડી છોકરાનું થશે શું? બધા ન આપે તે કાંધે કાંધ આપીશ? એમ કહે પેલે ગરાશીયો ન્યાયકોર્ટમાં સર્વની સમક્ષ કહેવા લાગ્યો કે, સાહેબ મેં રૂપીઆ ૫૦૦ આપી દીધા છે. તો વાણીયો શું જૂઠું બોલે છે? જજે સવાલ કર્યો. વાણીયો પણ કહેવા લાગ્યો કે કયાં આપ્યા છે? આકાશમાં તો નથી આપ્યા ને? આપ્યા છે, જંગલમાં ઝાડ નીચે, પેલા ગરાસીયાએ જવાબ દીધો. આખી સભા મશ્કરી માને છે. ચીથરેહાલ દશા છે એવા માણસે જંગલમાં રૂા. ૫૦૦- એક સામટા આપ્યા છે એમ કહે છે કે તે શી રીતે મનાય? જજે હુકમ કર્યો, અરે સીપાઇ! તેની જોડે જા. એ ઝાડ બતાવે છે તે ઝાડ છે કે ગપ છે? આમ કહી આખી સભા, ગરાસીયો, સીપાઇઓ વિચાર કરે છે કે દીવાનજી દીવાના થયા જણાય છે. ઝાડ જોવા મેકલે તેમાં વળવાનું શું? જ્યાં સીપાઇ જાય છે, ત્યાં ઝાડને કહેજે કે અહીં સાક્ષી પૂરવા આવે, તેમ તેને ભલામણ કરી. હવે પૂરેપૂરો દીવાને થયો, બીજું તો બેલાય નહીં, સીપાઈએ પૂછયું કે ઝાડ સાક્ષી પુરવા ન આવે તે ? હુકમનો અનાદર કરે તો સજાને હુકમ આપે. જે પ્રજા જે જગા પર રહે તેના માલિકના તાબામાં તેને રહેવું પડે. માણસ તાબામાં રહે તે ઝાડ શું ગણતરીનું કે હુકમ ન માને, જોકે ખરો કેમ નથી આવતું? સીપાઇએ દેખ્યું કે ચક્કર ખાવા દે ને. ઝાડ પાસે ગયા, વાર પણ લાગી, દીવાન બીજા કામમાં જોડાયો, અરધો કલાક, પોણો કલાક થ, શેઠજી! હજુ કેમ ન આવ્યા ? ગરાસીયો ને સીપાઈ બાને ઘેર બેસી ગયા જણાય છે. તમે ને હું બેટી થઈએ છીએ. શાહુકારે કહી દીધું કે ઝાડ છેટું છે, દીવાને લખવા માંડ્યું. દોઢ કલાકે બને આવ્યા. કેમ? ઝાડ બતાવ્યું, ઝાડન આવ્યું, આપને હુકમ એટલે જવું પડ્યું, ઝાડ આવીને સાક્ષી પૂરી ગયું, શાહુકાર કહે છે કે અહીં બેઠો છું, ઝાડ ક્યાં આવ્યું છે? દીવાન ચીડાયો. કેમ શેઠજી! રાજને રમાડવા માંગો છો, બોલો ઝાડ તળે તમે મળ્યા હતા કે નહિ? એ કયું ઝાડ કહેવા માંગે છે, તેની તમને શી માલમ? કહે કે ૫૦૦ રૂપી લીધા છે. પણ દસ્તાવેજ તમે તેને પાછી સોંપ્યો નથી એ વાત કબુલ કરો.
જીવ નિત્ય છે
જેમ ગરાસીયાને અંગે, શાહુકારી માટે, ઝાડ જાતે સાક્ષી પૂરી ગયું તેમ જીવ નથી, પણ તપેલો સળીયે અડકાવવા માંડે ત્યાં જીવની સાબિતી થઇ ગઇ. જો જીવ ન હતો તે કેમ ચમકયા? આ અગ્નિ, આ બાળનાર અડકે તે બળે, તેથી વેદના થાય તેથી ખસવું જોઇએ, આ બધું જીવ વગર કોણે જોયું? કહો કે જીવ છે. તો અન્યના વિષયમાં અન્યની દખલગીરી હોવાથી તેમજ સુખદુ:ખના કારણોનું ભાન હોઈ દુ:ખથી ખસવાનું ને સુખના કારણો તરફ ઘસવાનું હોવાથી જીવ માન્યા વગર છૂટકો નથી. કદાચ જીવ માની લે કે માના પેટમાં જીવ ઉત્પન્ન થયો, મરણ થશે, ત્યારે જીવ મરી જશે, આમ માને તે અડચણ શી? કરિશ વીવો નિવો જીવ નિત્ય છે, જીવ કે માનવાને?