________________
પ્રવચન ૮મું
६७ લોકના દલાલ-અઘાતિ પાપને ઉદય એટલે દેવલોક અપાવનાર દેવલોકના કારણે ગણાવતા વગર ઈચ્છાએ શુધા- તૃષા, બ્રહ્મચર્ય, અસ્નાન, પરિસહ-ઉપસર્ગ સહન કરવા, શીત-તાપસહન કરવા તેનું ફળ શું? આ ઘાતિના પાપે એ તે દેવલોકના કારણે તેથી આપણે ડરીએ છીએ. પાડોશીને ઘેરે પિક તેની પંચાત, પણ પોતાનું ઘર સળગી જાય તે જોવું પણ નહીં. ‘કાજીની કૂતરી મરી જાય તો આખું ગામ આભડવા આવે. કાજી મરી જાય તે કાળો કુતરો પણ નહીં. જેને પ્રભાવ પુલમાં પડે તેવા કર્મની આપણે પંચાત. વેદનીય, આયુષ્ય, નામ તથા ગોત્રને પ્રભાવ પુલમાં પડે એવા પાપની આપણે પંચાત. આત્માને આખે અવળે નાખે તેની આપણને પંચાત નથી. ચણા જેટલા ભાગમાં ફોલ્લી થાય તે ધમપછાડા. આત્માને સમયે સમયે અનંતા શાનાવરણીય કર્મ બંધાય છે, તેમાં પરિવર્તન થાય છે તે સમજે છે કે નહિ ? તે તેના ધમપછાડા કેટલા થયા? પુલમાં આટલે ભય, ચિંતા તે આત્માના પરિવર્તનમાં કેટલું લેવું જોઈએ? પાપથી ડરો છો એટલે દેવલોકના દલાલી કરનાર દુ:ખોથી ડરો છો, આત્માને આરપાર વિંધનાર એવા પાપથી ડરતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, તથા અંતરાય એ ચાર ઘાતી કર્મ બંધાય છે તેને વિચાર આવે છે? ઘાતી અઘાતીને વિભાગ સમજ્યા નથી. જ્ઞાનાવરણીયદિ ચ્યાર તે ઘાતિ અને સીધા આત્માની સામે તીર તાકનારા છે. પુલ ઉપર પારધી આવે તેને વિચાર છે, પાપથી ડરવુંડરવું એમ બધા પોકારે છે, પાપથી ડર ન હોય તેમ બોલનાર કોઈ નથી પણ તે ડર કેવળ અઘાતિક માં છે. પાપ શબ્દ કહેવા સાથે તેનું લક્ષ્ય સરખું નથી. આત્માને ગુણ આવી રીતે અવરાય છે, એ પાપ લક્ષ્યમાં પણ નથી. હજુ સુધી સમકિતી બરોબર થયો નથી. પાપકાર્યોથી પાપને ડર અનંત ગુણો હોવો જોઇએ, તે સરખાવટમાં પણ ડર આવ્યો નથી. સમકિતીએ આ રીતે વિચાર કરવાને છે, પણ આ સાંભળી ઉદ્ધતએ વિશા કરવા તૈયાર થવું નહીં. પાપને ડર છે. આટલો ડર પણ જેને ન હોય તે અશાની, ઉન્માર્ગે ચઢેલા ઉદ્ધતો બીજને ઉન્માર્ગે ચઢાવવાની ફીકર કરવામાં પડે છે. પિતાનું નાક કપાયાથી બીજાને પણ નાક કાપવા દે. બીજી બાજુ એ વાત જોવી. સમકિતીઓ સમજવા છતાં અમલ કેમ કરી શકતા નથી?
ખસવાળો મનુષ્ય સ્વપ્ન પણ દુઃખને ઇચ્છવાવાળે નથી, ખણવામાં બાર વાગવાના છે તે જાણે છે. ખણ્યા સાથે લોહી નીકળશે, બળતરા ઉઠશે તે જાણે છે પણ જે ચળ ઉભી થાય છે તે ભાનને ભૂલાવી દે છે. તેથી ખણનારો, ખસની દશા જાણતો નથી, માનતો નથી, એમ કહી શકાય નહિ. જાણે છે, માને છે, ન ખણવા લાયક માને છે, બળાપો રહે છે, છતાં આ ચળ શારીરિક વિકાર એને સમજુ સહન કરે. સમાજમાં ખામી હોય, સહન શકિતમાં ખામી હોય તે સહન ન કરી શકે તેથી એ સમજતો નથી, જાણતો નથી, માનતો નથી, એ કહી શકાય નહીં. એમ સમ્યકત્વના ઘરને અંગે ઘાતિ અઘાતિ