________________
૭૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી તેમ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ-કરણાનુયોગ તે મહાત્માઓના ગુણકીર્તનપૂર્વક. અંકૂરા તરીકે અસલી જડ મહાત્માનું કીર્તન, તેમાં ક્ષભદેવજીના ચરિત્રમાં ધનાસાર્થવાહને ધર્મઘોષસૂરિ ઉપદેશ આપે છે. તેમાં પ્રથમ વાકય કયું કહે છે ? નાના બચ્ચાઓ ભેદ પ્રભેદ ન જાણે. ઘડો જાણે, લાકડાને હો, કે ટટ્ટ હો અગર અરબસ્તાનને હો, માત્ર ઘોડો જાણે. તેમ ધર્મમાં પ્રવર્તેલા બાળકો, કલ્યાણ થશે, સારૂં થશે, કલ્યાણ અને સારૂ એ શબ્દ માત્ર સમજે. જે મગ જે પાણીથી ચડે તેનું આંધણ મેલવું, ચડે તે જોવું. ખારૂં મીઠું પાણી ન જોવું. પાણી ન જોવાય પણ ચડવાનું જોવાય, તેમ પ્રતિબોધ કરનારે કઈ સમજણ દઉં છું, તે જોવાનું છે. કયે રસ્તે સમજાવું? તેજ ધર્મને ઉપાય કે જે રસ્તે ધર્મને પ્રતિબોધ થાય. જે જીવ જેવી રીતે સમજે તેને તેવી રીતે સમજાવવો. તે તે ઉસૂત્રથી સમજે તે ઉસૂત્રથી સમજાવ? સમજાવવું કોનું નામ? માર્ગને ઉન્માર્ગ તરીકે સમજાવે તે સમજાવવું કહેલ નથી. સમાવવા પ્રયત્ન કરવો પણ સમજે-માર્ગમાં આવે તેવી રીતે સમજાવવા, આ વાત એક બાજુ રાખો. શĀભવ સરખા ચૌદપૂવીએ ધર્મ સમજાવતા દેવતાના નમસ્કારની લાલચ કેમ બતાવી ?
ઘરનો મંગાઈ મુવિ આ ગાથા કોણ બોલે છે? ચૌદપૂર્વધારી શäભવસૂરિ થયા તેઓ આ ગાથા બોલે છે. અણસમજુ કહી શકે કે ચૌદ પૂર્વધારી થઈ નખેદ કાઢયું, આ વચન તેમને શોભતું નથી. કેમ નથી શોભતું? પ્રભુદાસ! બેચરદાસ પંડિત) દીક્ષા લ્યો. રાજા મહારાજા તમને વાંદશે. મહારાજ ફોસલાવે છે, લલચાવે છે. તેમ લાગે છે કે નહિ? તમે દીક્ષા લ્યો તે રાજામહારાજા ધન્ય ભાગ્ય કહેશે. આજકાલના અલ્પશો માટે વાક્ય ખરાબ ગણાય તો શ્રુતકેવલિને આ વાક્ય બોલવું કેમ શોભે? વાવ નમંતિ,
ધ તથા મit જેનું ધર્મમાં હંમેશા ચિત્ત છે તેને દેવતાઓ પણ નમે છે. દેવતાના નામે ફેલાવે છે, મે મેળવશો એ ખરું ફળ, તેની તો છાયા નહીં. જેનું ધરમમાં હંમેશાં મન છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે, શ્રુતકેવલિ લાલચો આપે, ભરમાવવાના વચને કહે, આઠ વરસને મનક નામે જે તેને પુત્ર છે તેને કહે છે કે બેટા! ધરમમાં મન રાખીએ તે દેવતાઓ નમસ્કાર કરે છે. આવી વાતેથી છોકરાઓને છેતરપીંડી કરવાની આ ગાથા કે બીજું કાંઈ? દુર્ગતિને નાશ, સદ્ગતિ ધારણની વાત નહીં. આત્માનું સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે રૂપ નહીં કહેતાં અહિંસા, સંજમ, તપને ધર્મ કહ્યો. અનંતાકાલ જે કુથલી કરી તેને તે કુથલી અહીં કરી. તેવી રીતે છોકરાઓ દેવતાના નામે છેતરાય તેવાને દેવતા હંમેશા વંદના કરે. જે દ્રવ્યક્રિયા અનાદિકાળથી કરી તે પણ અહીં જણાવી. આવો શ્રુતકેવલીએ ધર્મોપદેશ દીધો, છોકરાને ચળકાટ વાળી છબી આપે છોકરાની સમજણ ચકચકાટમાં છે. તે સરૂપચંદ ભાઈ ઘરડા થયા તે પણ છોકરાને રમાડતા. છોકરાના જેવા થઈ રમાડે છે. ૭૦ વરસને ડેસો છોકરો રમાડે ત્યારે એની