________________
૬૬.
આગદ્ધારક પ્રવચન શ્રેણી મિલકત કેટલી? ગુલામ છે પછી મિલકતને સવાલ શાને? જન્મથી મરણ સુધી પુદ્ગલમાં જ પ્રવર્તે છે, પછી આત્માનું અવલોકન ન કરનાર રખડે છે કેમ ? આ પ્રશ્ન જ ન હેય. નવાઈ તે ત્યાં છે કે અવલોકન કરનાર રખડે છે. નવતત્વ જાણ્યા-માન્યા છતાં રખડે છે તે નવાઇ છે. સ્વમના સાપ જેટલું પાપને ડર નથી
આત્માનું અવલંબન કરનાર કેમ રખડે છે? અહીં જે ધર્મિષ્ઠો હશે તે આત્મ નિદા કરશે, કેટલાક બીજા રતાવાળા પણ હોય છે. સમકિતીની શુદ્ધ પ્રવૃત્તિવાળાની બેદણીનિંદા કરનાર પણ હોય છે. અંદર શ્રદ્ધા તેને નથી. જો અંદર શ્રદ્ધા હોય તો આ થાય કેમ? માંથી માત્ર વાત કરે છે. પાપને ડર લાગ્યો હોય તો પાપ કરે શાથી? સ્વપ્નમાં પણ સાપના મેમાં અંગૂઠો નાખ્યો? જો સાપને ડર છે, આ વાત સમકિતીએ સિધી પરણાવવાની છે. જેવો સાપને ડર તેવો પાપને ડર. સાપ શરીરને મારે છે. પાપ આત્માને મારે છે. પાપને ડર બનાવટી કૃત્રિમ દેખાડવાનું છે. આ વાત સમકિતીએ પોતે વિચારવાની છે. સુતા છીએ. સ્વપ્નમાં છેટે સાપ નીકળતો દેખે, તે સાથે કેમ થાય છે? સાપ આવ્યો, વીંટાયો, બે આંટા માર્યા. ત્યાં ભયંકરતા ભાસે છે, હવે જાગ્યા. સાપ નથી છતાં છાતીએ હાથ મૂકો. સ્વરમાં, શબ્દમાં અને કાળજામાં ત્રણેમાં તપાસ કરો. કાળજામાં કેટલું કોતરાયું છે, સ્વરમાં, શબ્દમાં કેટલો ફેરફાર થયો છે, એજ જગા પર સ્વપ્નમાં દેવગુરુની આશાતના કરી, જાગ્યો, સ્વપ્ન છે, તે વખતે કાળજે કાંઇ થાય છે ? સ્વાભાવિક કંઈ નથી. કોઈને વાત કરતાં મારે આવું સ્વપ્ન આવ્યું એમ કતરાઈને કૃત્રિમ શબ્દ બોલે છે, પણ કાળજું કપાયું નથી. સમકિતીને એ વિચારવાનું છે, કે હજુ પાપને મને ભય થયો નથી.
પ્રશ્ન:- જે પાપને ડર નથી તે સમકિતી કેમ કહેવાય?
ઉત્તર:- દુનિયામાં વિવેકવાળા મનુષ્ય માત્ર પાપથી ડરે, વૈષ્ણવ, શૈ, કીશ્ચીયને, મુસલમાને, યાહુદીઓ પાપથી નથી ડરતા તેમ નહીં કહી શકો. એ પાપથી ડરે છે. તમે પણ પાપથી ડરો છે, પણ સમકિતી જે પાપથી ડરે છે, તમે અને મિથ્યાત્વી જે પાપથી ડરો છો તેમાં ફરક છે. ઘાતી અને અઘાતી પાપને ડર કેને હોય ?
તમે અને મિથ્યાત્વીઓ પાપથી ડરો છો તે અઘાતી પાપથી ડરો છો, અશાતાવેદનીય, અશાતાને ઉદય થાય, દુ:ખ, પીડા, રોગાદિક આપત્તિ આવે તેનાથી ડો, નારકીનું–તિર્મચનું આયુષ્ય તેથી ડરો છો, નીચ ગેત્રથી ડરો છો, હલકો શબ્દ કોઇ કહી જાય તે સહન થતું નથી. અઘાતીના પાપથી, મિથ્યાત્વીએ અને આપણે પણ તેનાથી રાત દિવસ ડરીએ છીએ. અઘાતિનાં પાપો એટલે શું? ઉંડા ઉતરીએ તે દેવ