________________
પ્રવચન ૬ ઠું
૫૩ સર્વ જીવોને ત્યાગ ધર્મવાળા કરૂં એવી જે ભાવદયાવાળા હોય તે જ તિર્થકર છે. સાચા પૂજ્ય પુરૂષ છે. ત્યાગધર્મમાં આદર સત્કારવાળા સર્વ જીવોને કરવા તે ભાવદયા છે. અથવા નિર્ગથ પ્રવચનમાં સર્વ જીવોને રાગી કરવા તે ભાવદયા; ભગવાન તે ભાવદયાના સાગર હેય છે. પૂર્વભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું છે. એવા તીર્થકર ભગવાન યા કેવળી ભગવાન વીતરાગપણામાં ઉપર પ્રમાણે શાસ્ત્રોકત સ્વરૂપવાળા હોય છે એવું બુધ એટલે પંડિત બુદ્ધિવાળા જાણે છે ને તેથી તેઓને વીતરાગના સ્વરૂપનું ભાન થાય છે.
આવા સ્વરૂપવાળા તીર્થકર ભગવાન જ્યારે કેવળી થઈ દેવતાએ રચેલા સમવસરણમાં બિરાજે છે ને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે બાર પર્ષદામાં ધર્મદેશના આપે છે તે ટાઇમે તે દેશના અમોઘ ગુણવાળી હોઇને દેશના સાંભળવા વાળા કે ભવ્ય જીવે તેવે ટાઈમે સમ્યકત્વ પામે છે. કઈ દેશવિરતિ અંગીકાર કરે છે, ને કોઇ ભવ્ય પ્રાણીઓ સર્વ વિરતિ અંગીકાર કરે છે. એમ ઉત્તમ જ્ઞાની ભગવંતનું સ્વરૂપ હોય છે. તેવા શાની ભગવાનની દેશના ખાલી જતી નથી અને કદાચ કોઇ અનંતાકાલે તે પણ બનાવ બને એટલે કે તેવા શાની તીર્થકર ભગવાનની પણ દેશના ખાલી જાય છે તેને શાસ્ત્રમાં આશ્ચર્ય તરીકે વર્ણન કરવામાં આવેલ
છે.
તીર્થંકર-ગણધર નામ કમ કેણ બાંધે?
આ ઉપરથી પંડિત પુરૂષ તીર્થ કર૫ કઈ અપેક્ષાએ વિચારે તે જણાવવામાં આવ્યું. “સમસ્ત જગતને તારૂં, એવી ભાવનાવાળા તીર્થકો થાય છે. માત્ર કુટુંબને જ ત્યાગ ધર્મમાં લાવવાની ભાવનાવાળા ગણધર મહારાજ થાય છે. અને “મારા પિતાના આત્માને તારું એવી ભાવનાવાળા અંતગડ કેવળી થાય છે. આ બધું સ્વરૂપ પંડિત વિચારે ને તેથી વીતરાગ દેવને ઓળખે કે જેણે ભવાંતરમાં આવા કષ્ટો વેઠયાં તે શા માટે ? તો કે જગતના ઉદ્ધાર માટે. જેઓએ પ્રથમના ભવેમાં જે તપસ્યા અને ત્યાગ વિગેરે કર્યા તે કેવળ જગતના ઉદ્ધારને માટે. આમ કરીને જેઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, તે પ્રમાણે બુધ એટલે પંડિતો તેના સ્વરૂપને વિચારી તેની માન્યતાવાળા થાય છે.
કે તીર્થકર નામકર્મ એ બીજા ચાર અઘાતીયા કર્મ ખપાવીને મેણા થાય તેમાં આડું આવવાવાળું છે, છતાં જગતના ઉદ્ધારની જ એક અભિલાષા તીવ્ર હોવાને કાણે જેઓએ તે ઉપાર્જન કરી તે કરી બતાવ્યું ને પછી અઘાતીયા કર્મ ખપાવી પોતે કૃતકૃત્ય થઈ પોતાના આત્માને પણ ઉદ્ધાર કર્યો–એવા ભગવાન હોય છે તેમ પંડિત વિચારે. વળી પણ પંડિત પુરૂષ તે તીર્થકરદેવનું સ્વરૂપ આ પ્રમાણે વિચારે કે–તીર્થકર થઈ દેવતાને પૂજ્ય બન્યા તેમ નહીં પણ જગત માત્રના ઉદ્ધારનું