________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
૫૮
છે તો પણ દયાના પ્રસંગમાં પ્રાણ પણ કદાચિત આપી દે છે. દ્રઢ પ્રહારીએ ઘા કર્યો પણ ગર્ભ તરફડવા લાગ્યો ત્યારે દયા આવી. બન્ને પેલા ચારો ફેર અવતાર પામ્યા. બાળપણમાં બેંકને ગમે તે બીજાને પણ ગમે. એકને ન ગમે તે બીજાને પણ ન ગમે. તેથી તેમનું નામ એકચિત્તિયા પાડયું. એક ચિત્તપણું–સરખા મનવાળા એવું નામ પાડ્યું. કોઈ પ્રસંગે શાની મહાત્મા પધાર્યા છે. લોકો ત્યાં જવા લાગ્યા. કુતૂહલ એવી ચીજ છે કે ત્યાં સાધ્ય ચિંતવવાનો અવકાશ નથી. આ બન્ને જણ પણ કૂતૂહલથી ત્યાં ચાલ્યા. એક સાંભળે ત્યારે બીજાને પણ કુતૂહલથી એ જ વિચાર થાય, કહેવું ન પડે કે કે ચાલા સાથે જ પગ ઉપડે. ત્યાં જ્ઞાનીની વાણી સાંભળી એકને પ્રતિબોધ થયા, બીજાને પ્રતિબોધ ન થયો, એકને ઉલ્લાસ થયો, બીજાને ઉલ્લાસ ન થયા ત્યારે તેણે વિચાર્યું કે ઉલ્લાસમાં ફેર કેમ પડયો ? શાનીને પૂછ્યું કે અમે એકત્તિયા તરીકે પ્રસિદ્ધ થયા ને અહીં ફેર કેમ ? ત્યારે શાનીએ કહ્યું કે પહેલા ભવમાં એક મુનિને જોઇ અપમંગલ ધાયું હતું ને એક જણાએ મુનિને જોઇ મંગળ ધાર્યું હતું. મંગળ ધારનારને ફાયદો થયો, આમ બીજા ભવમાં આટલું કામ કરી દે છે, આટલું ધારે છે, તે બીજા ભવમાં આખા પ્રતિબોધ કરાવી દે છે. સંસ્કારની અપેક્ષાએ સજજના સંસર્ગમાં ફાયદો કરે છે. તેમ ધર્મ સંસ્કાર તો ફાયદો જરૂર કરે છે, પણ અહીં ફળની અપેક્ષાએ અત્યારે વિચાર કરીએ છીએ. મહાત્માના સત્કારાદિ કરવામાં આવે પણ ગુણા તરફ લક્ષ ખેંચાયું ન હોય ત્યાં સુધી મુખ્ય ફળ મળી શકે નહિં, માટે મહાત્માઓના કીર્તન એટલે મહાત્માઓના ચરિત્રો- વર્તના ઉત્તમત્તા મનમાં લાવવી એજ કલ્યાણ અને માનું ધામ છે. આમ અર્થ કર્યો ત્યારે મોટો વાંધો આવ્યો. પોતાનું ગાય તા નથ ને પારકુ' તોડે તા નયામાર
ત્રણે અનુયાગે ધર્મ કથાનુયાગપૂર્ણાંક હાય.
નય હોય તો જૈનદર્શન, નયાભાસ થયો એટલે મિથ્યાત્વ. આ સ્થિતિએ મહાત્માઆનું જ કીર્તન જ કલ્યાણનું ધામ છે. આથી ધર્મકથાનુયોગ જ કલ્યાણ અને મોક્ષનું ધામ થાય તો દ્રવ્યાનુયોગ વિગેરે ત્રણ અનુયોગ કલ્યાણનું ધામ ન રહ્યા, અંકુરો જ છોડવો ઉભા કરે, એ અંકુરાથી જ વૃક્ષ થાય, આમાં સ્કંધ ને ડાળ ડાળીઓને કાઢી નાખ્યા નથી. એટલું ચોકકસ કે અંકુરા પૂર્વક જ સ્કંધ, ડાળ અને ડાળીઓ હોય આદિકારણ હોવાથી અંકુરો એજ બીજનું કારણ, અંકુરા વગર બીજ હોય નહીં. ફોતરા વગેરે થવાના પણ મૂળ કારણ અંકુર પછી થતા કાર્યોને અવાંતર કારણો હોવા છતાં વિવક્ષા ન કરીએ તો આદ્ય કારણને મુખ્ય કારણ તરીકે લઇ શકીએ, કુરાને મૂળ કારણ ગણવાથી થડિયું ડાળ – ડાળી એ બધા ચાલ્યા જતા નથી પણ એ અંકુરા પર આધાર રાખે છે. એમ ધર્મકથાનુયોગ જ કલ્યાણમાનું ધામ છે. એમ કહેવાથી બીજા ત્રણ