________________
પ્રવચન ૭ મે
૫૭
નહિ? ગુણ જાણીને જે સત્કાર કે સન્માન થાય અને જાણ્યા વગર સત્કાર–સન્માન થાય તેમાં લાખ ગાડાને ફરક છે, કૃષણ મહારાજે અઢાર હજાર સાધુને વંદન કર્યું તેવુંજ વીરા શાલવીએ વંદન કર્યું હતું. તે બન્નેના સત્કાર–સન્માન-ભકિત, બહુમાનમાં કોઈ જાતને ફરક ન હતો, કયો ફરક હતો ? કહો કે મહાત્માન કીર્તનને ફરક મહાત્માના વર્તન ઉપર બહુમાન આદર રાગ ન હતે. કૃષ્ણ કરે છે માટે મારે કરવુંઅનુસરવું પણ ૨ કલ્યાણને માર્ગ છે માટે હું એ માગે હું જઉં એ ધ્યેય વીરાને નથી.
પ્રશ્ન –દાકતરની દવા ઔષધ લઈએ, ઔષધમાં શું છે? કેમ બન્યું છે તે આપણને માલમ નથી, છતાં જે દવા દાકતર આપે તે અજ્ઞાની છતાં લઇએ છીએ, તેમ વડા પ્રધાનને શહેનશાહ સરખાને કરવું પડે, તમારે અમુક રાક લે, અમુક ન લે, ત્યાં ચાહે જેવી દુનીયાદારીની અક્કલ કે સત્તા હોય, પણ દાકતર કે વૈદ પાસે હેતુ યુકિત લગાડવા જતા નથી, ત્યાં આ દવા કેમ બની વિગેરે પૂછાતું નથી. દવા બનાવવાની રીતિ જાણ્યા સિવાય, દવાના પથ્ય કુપગ્ય જાણ્યા સિવાય વૈદ દાકતરના કહેવા પ્રમાણે કરવાથી ફાયદો થાય છે, તેમ સમ્યગ દર્શનાદિ શી ચીજ છે તે આપણે જાણવાની જરૂર નથી, પણ આપણે જિનેશ્વરને વૈદ–દાકતર માની તેમણે સમ્યગ દર્શનાદિની ચીજ દવા આપી. આશ્રવ છેડવા, સંવર આદરવો તે એમ કરવાથી ચાલે કે નહિ? એમના કહેવાથી આદરીએ તે ફાયદો થાય કે નહિ, અર્થાત મહાત્માઓનું કીર્તન ન હેય તો પણ ભકત-સન્માન–સત્કાર આદરીએ તે ફાયદો થાય કે નહિ? અર્થાત મહાત્માઓનું કીર્તન ન હોય તે પણ ભકિત-સન્માન-સત્કાર કાયદો કેમ ન કરે ?
ઉત્તર – જગતમાં દેખીએ છીએ કે દ્રવ્ય–વસ્તુ દ્રવ્યનું કામ કરે છે પણ ભાવનું કામ ભાવ જ કરે છે. શરીર દ્રવ્ય હોવાથી તેના રોગે દ્રવ્યથી નાશ પામે છે. વિદ્યા ભણાવવી હોય તો વિદ્યા ભણવામાં ભણનારનું લક્ષ્ય જોઈએ તેમાં બીજનું કર્યું કામ ન લાગે, દવા અણસમજમાં કામ કરે પણ અભ્યાસ એ કોઈને નાખેલે, પાઈ દીધેલ, ઘળી દીધેલ વિદ્યામાં કામ ન લાગે. વિદ્યા એ જીવની ચીજ છે. તે કોઇની પાઈ દીધેલી કામ લાગતી નથી. તેમ આત્માનું કલ્યાણ કરવામાં કલ્યાણ બુદ્ધિ વગર કાર્ય થઇ શકે નહિં. આ વાત ચાલુ અંગે જણાવી. હવે બીજી બાજુ જઇએ, કલ્યાણ વગર જે કરવામાં આવે તે શું નકામી?
એકચિત્તિયા બે મિત્રે
બે ચાર છે ચોરી કરવા જાય છે. ઘરમાંથી નિકળ્યા, બહાર જાય છે, ત્યાં સાધુ દેખવામાં આવ્યા, એકને શકુનમાં મુંડી ક્યાંથી મળ્યો તેમ થયું, તે એકને મંગળકારી થયું. ગયા બન્ને ચોરી કરી ધન લાવ્યા, જીંદગી બન્નેની પૂરી થઇ, ચેરી ચોરી કરવા જાય