________________
પ્રવચન ૭મું
આ ફસા ભાઈ આ ફસા
આ વાત ખ્યાલમાં રાખશો તે જીવ અનાદિને માનવું પડશે. અગ્નિને બાળવાને સ્વભાવ છે. તેથી બાળવાનું મળે તોજ અગ્નિ ટકે, બાળવાનું ન મળે તે બુઝાઈ જાય. ટકાવ દાહ્ય મળે ત્યાં સુધી જ, એ સ્વભાવે વિચારો તે આ જઠરાગ્નિ પણ તેજ છે. બાળવાનું મળે તો જ ટકે, બાળવાનું ન મળે તો ન ટકે. અત્યારે રાગ્નિ દેખીએ છીએ માટે કઈ દિવસથી બાળવાનું ચાલુ છે. બળતા વગરને કોઈ દિવસ ખાલી નથી. આથી અનાદિ છે. ખાવું એટલે માંકડા ભાઇએ ગાગરમાં હાથ નાંખ્યો. બેરાની મુઠી ભરી એટલે ચીચી કરી ચકકર મારવા પડયા. તેમ આ જીવને ખોરાકની ખંત-ઈચ્છા થઈ એટલે એને રસને લોએ વળગ્યો, મળ નિકળી ગયો પણ રસ વળગ્યો, એમાંથી શરીર, એમાંથી ઇંદ્રિય પણ થઈ એટલે વિષયો પણ વળગ્યા. તેના સાધને વળગ્યા. ખરાકના ખાડામાં પડયા તે ખળભળી ઉઠયા અને ગળે પંચાત વળગી. વાણી ડાહ્યો કે ફરજ પડી તે આફસા ભાઈ આફસા, ધાઉસણ ન કહ્યું વાણીયો મુસલમાનના કાબુમાં આવી ગયો. છુટકો ન રહ્યો ત્યાં કરવું પડ્યું પણ ત્યાં વચન વિચારમાં સાવચેત, તેથી આફસા ભાઇ અફસા. ખેરાકના ખાડામાં ફસાયો છું, લગીર બકરાને અડો તે બે બે કરે. આ મનુષ્ય મેં મેં કરે. મનુષ્યમાં મમ્મી એટલે મેં મેં કરે. મેં કહ્યું મારું આ, માલીક હું, આ ખેરાકના ખાડામાં ફસાયો તેથી મેં મેંની બૂમ મારતાં શીખ્યો. મુસલમાને મારીને મનાવ્યું તે ન માન્યું. ખાડામાં ખળભળી તું રાકના ખાડામાં ખળભળી ગયો, ફસાયો તેથી મેં મેં કરવા માંડયું. બધાનું કારણ વિષય, વિષયમાં લેપાયો એટલે સ્ત્રી-કુટુંબ બંધન-બેડરૂપ ન લાગ્યા. માટે વિષમ વિષયો એટલે ગરેલીનું ઝેર, સડાવી સડાવી મારે છે, ને સાપનું ઝેર તત્કાલ મારે છે. આ વિષયનું વિષ ગાળી ગાળી મારનારું છે, આ દૃષ્ટિ થાય તે આત્મા કર્મ તેના ફળ આત્માના ગુણો ને તેના આવરણને સમજી શકે. આ બધું સમજવામાં સાધન મહાપુરૂષના વચને છે. તેમાં પણ વિશેષ કારણભૂત મહાત્માનું ગુણકીર્તન. આ ત્રણે અયોગ મહાપુરૂની પ્રમાણિકતા ને તેમના વર્તન ઉપર આધાર રાખે છે. મહાત્માઓનું ગુણકીર્તન, કલ્યાણ અને મોક્ષનું ધામ છે. એમનું કીર્તન, ચરિત્ર, વહન, વચને, તેનું મનન કરવું તે કલ્યાણ અને મેક્ષનું ધામ છે. આથી કરીને નિષષ્ઠી સલાકા પુરૂષના ચરિત્રમાં આદીશ્વર ભગવાનને આદી ભવ ને તેમાં ધર્મ ઘોષસૂરિ કેવી રીતે ઉપદેશ આપે છે તે અવમાન.