________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી તું તો નહીં ને? પારકી આવે તે ઘર મંડાયું ને જાય ત્યારે ભાંગ્યું, આ કયા હિસાબે તું તે ઘરમાં નહીં ને ?તને ખુલ્લા શબ્દોમાં કહી દે છે. પોતે સ્ત્રીના રાગમાં છે તેથી મંડાયું તે પણ વિચાર કરતો નથી. તારી કિંમત શામાં? એથી મંડાય છે ને એ જાય તે ઘર ભાંગે એટલે હું તે કંઇ નહિને ? પણ એ વિચાર નથી આવતો કે મારે ઘેરથી આવશે, પોતે ઘર ગણે તો એજ આવી રીતે પતે દેખે છે, તેથી મમત્વ કરે છે, સરકારની કે ફોજદારની બેડી જેટલી નથી બાંધતી, તેટલી આ સ્ત્રી રૂપી બેડી બાંધે છે. કહ્યા વગર બહાર જાવ તે ગુનો કર્યો ગણાય. રજા સિવાય બહાર પણ ન જવાય. સરકાર અઢાર વર્ષ પછી સ્વતંત્રતા આપે છે. અહીં ડચકા ખાય ત્યાં પણ સ્વતંત્રતા નહિ. કહ્યા વગર તમે ગયા કેમ? પાંચ પૈસા ખરચ કર્યા છે એમ કહે કે શું ધાર્યું છે? પૂછવું તો હતું? હું હકદાર છું, મને પૂછયા સિવાય તમારાથી બને કેમ? માટે તમે પૂછયા વગર કર્યું તે તમારો ગુન્હો છે. સરકારમાં અઢાર વર્ષથી સ્વતંત્રતા પણ ઘરની દેવીથી સ્વતંત્ર કયારે? દુનિયાદારીથી ઉંડા ઉતરી વિચારીએ તે સાત પેઢીની આબરૂની કિંમત, પોતાના બાપદાદાની આબરૂની કિંમત, એ આબરૂ કન્યાને છેડે બાંધેલી સમજવી, આ સારી ચાલી તો તે કાંઈ નહિં ને આડી ચાલી તો મુશ્કેલી.
સ્ત્રી માટેના પરાભવસ્થાને
આટલું થયા છતાં આપણને ન સૂઝે પણ યથાસ્થિતિ દ્રષ્ટિના ચશ્મા આવે તેને વાસ્તવિક સૂઝે. દારા (સ્ત્રી) પરાભવનું એટલે અવનતિનું સ્થાન છે. રાજા દેશ પર રાજ્ય કરે પણ રાણી આગળ શંક. રાજા રાજ્યને માલિક પણ રાણીને માલિક રાજા નહિં. હાથમાં હાય સાંભરે નહિં. તે ઘેર આવે છે ત્યારે જે તમારી દશા થાય છે તે યાદ કરો તે બસ છે. ઘૂંકે છે પછી તમે પડદો કરે છે, પણ એ તે થુંકે છે. તમે કોઇના ઉપર શું તો કરો. આ તે સાક્ષાત શું શું થાય ત્યારે તે તારણે દાખલ થાય. તમારું નાક મરડે, આ કઈ રીતે ઓચ્છવ અને સારું ગયું તે સમજાવે. વાત એક જ કે તા-સ્વાર્થી રોષા ન ઘરાત રાગી અને સ્વાર્થી માણસ દોષને દેખતે નથી. પરણવામાં તલપાપડ થએલા મનુષ્યો પોતાની દશા દેખતા નથી. આ તે નકટો થઈ ઉભે એટલે વેવાણ માતાને, માસીને, બેનને બધાને ગાળો આપવા લાગે, એ વખતે સમતાથી સાંભળે, એક રૂંવાડું ઉભું થતું નથી. થુંકે, નાક ખેંચે છે, ચાહે તે મા, માસી, બેન, ફઈ, બધાને સરખી રીતે બોલે છે, છતાં ભલે મારા કકડા થાય, ભલે મારી મા વિગેરે બધા ઉકરડે બેસે પણ મારે લાડી તે લેવી છે. સ્વાથી થયો એટલે દોષો દેખાતો નથી. આટલા અપમાન તથા તિરસ્કાર વેઠીને જે ઘેર આવે તેને હૈડાને હાર કેવી રીતે દેખો છો? કાયદો, કુટુંબથી સ્વતંત્ર થાઓ તે પણ દેવીથી સ્વતંત્ર થતા નથી. સ્ત્રી એજ પરાભવનું સ્થાનક