________________
પ્રવચન ૬ ઠ્ઠું
૫૧
છોકરા આગળ છાપનું વર્ણન, ચકચકાટીથી માંડીને રેખાનું આગળનું ને મોટો હોય તો માલીકના ગુણવર્ણન વડે. વર્ણન કરી તેને સમજાવવામાં આવે છે. તેમ ધર્મોપદેશ દેનાર ધર્મઘોષસૂરિજીને પણ એક જ કાર્ય છે, કે કોઈપણ જીવને ધર્મમાં જોડવો. પણ ધર્મોપદેશ સાંભળનારા કેટલાક બાળ હોય. અત્રે બાળક એટલે નાની ઉંમરવાળા એવો અર્થ ન સમજશે. ત્યારે ધર્મમાં બાળકપણું કોને કહેવું? તે જણાવે છે:
બાલ-મધ્યમ--બુધ-ગુરુને કયા લક્ષણથી ઓળખે ?
વાજ: પતિ દિગમ્ બાળક હ ંમેશાં લિ ંગને એટલે ચિન્હને જુએ છે. બાહ્ય તપસ્યા કે આચારને દેખે તે બાળક. તપસ્યા, ત્યાગ, લોચ, વિહાર, અભિગ્રહ વિગેરે વસ્તુ ગુરૂમાં દેખે ને તે દ્વારાઓ ગુરૂની પરીક્ષા કરે તે બાળક. તથા પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં કેમ છે, તે દ્વારાએ ગુરૂને દેખે તે મધ્યમ બુદ્ધિવાળા સમજવા. એટલે અષ્ટ પ્રવચન માતાના પાલન દ્રારાએ ગુરૂને માને તે મધ્યમ બુદ્ધિવાળા કહ્યો. પણ બુધ કયારે ? તો કે શાસ્ત્રમાં લખાએલા અક્ષરો દ્રારા જેનું જીવન હોય તે તપાસી માને તે બુધ જાણવો. જે કોઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માને તેજ ગુરૂ, તેના વચન પ્રમાણે જ વર્તે, ને આશાથી બાહેર હોય તો ગુરૂ નહિં, એમ માનનારને બુધ કહેવાય. ગુરૂ તત્ત્વને અંગે આ ત્રણ ચીજ બાળ–મધ્યમ ને બુધ બતાવી, જેમ છાપમાં ત્રણ વાના હતા—ચળકાટ, રેખા ને મૂળ પુરૂષની સ્થિતિ, તેમ ગુરૂમાં ત્રણે વાના હોય. પછી બાળક ભલે જુદું જુદું દેખે. ગુરૂમાં ત્યાગપણું અષ્ટ પ્રવચન માતાનું પાલનપણું અને સિદ્ધાંતમાં પ્રવીણપણું જોઈએ. ગુરૂમાં આ ત્રણમાંથી એકેની ઓછાશ ન પાલવે. જેમ ગુરૂમાં તેમ જિનેશ્વરમાં પણ બાળક બાળકની અપેક્ષાઓ તથા મધ્યમ અને બુધ પોતપોતાની અપેક્ષાએ દેખશે. અષ્ટ પ્રાતિહાર્ય તથા ચોત્રીશ અતિશયો બાળકને જીનેશ્વર ભગવાન સમજવા માટે બસ
છે.
આ ઠેકાણે એક વાત લક્ષ્યમાં લેવા જેવી છે તે તે એ કે દીગમ્બરો એમ કહે છે કે અમે તો નિર ંજન, નિરાકાર, વીતરાગ, ભગવાનને જ માનીએ, તેવા ભગવાનને વળી આંગી, આખા તથા બીજા પ્રકારની શોભાના આકાર વિગેરે કરવાની શી જરૂર છે? તો તેઓને આપણે એમ પૂછી શકીએ કે સામાન્ય કેવળી અને વીતરાગ ભગવંત તે બેમાં ફ્રક શે? કારણ વીતરાગપણુ બન્નેમાં સરખું છે. તમારા મતે તો તીર્થંકર ભગવંતને ઠોકરે મારી સામાન્ય કેવળીને પૂજવા જોઇએ. કારણ કે સામાન્ય કેવળી નિરૂપાધિક છે, દેવતાના અમૂલ્ય છત્ર ચામરથી તિર્થંકરપણાને બાધ નથી. તો પછી ગીઓ વિગેરે રચવાથી શું વીતરાગપણું તેમાંથી ખસી ગયું ? અને તે આંગી વિગેરે તો ગૃહસ્થી પોતાના ભાવની વૃદ્ધિ માટે રચે છે. વીતરાગ ભગવંતને તે આગી રચો યા ન
રચો તે માટે કાંઇ છે નહિ.