________________
૫૦.
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હતી તે જણાવવા માટે કહું છું. તેઓને સંઘયાત્રા કરવાનું નથી સૂઝયું પણ સાથ લઈ જવાનું, વળી સાથમાં વેપાર કરવા કરાવવાનું, સાથે આવતા હોય તેને વાહન ભથ્થુ વિગેરે આપવાનું, એમ તેના રક્ષણનું સૂઝયું છે, કે જે તેના સ્વાર્થને આધીન છે. તેમાં ધર્મ ભકિત જણાતી નથી, તો આમ સ્વાર્થ હોય, ત્યાં પૈસા ખરચાય છે પણ ધર્માની ભકિતમાં સે ખરચાતો નથી. સંઘયાત્રામાં ધમઓની ભકિત કેટલી થાય છે તે વિચારો? તે કરવાનું મન થતું નથી. ધર્મઘોષસૂરિજી જેવા મહાન ગુણી આત્મા સાથમાં આવ્યા છે તેની ભકિત કરવાનું મન આ ધનાસાર્થવાહને થતું નથી અને તેથી કેમ આવ્યા છો? એમ મહાપુરૂષને પૂછે છે. હવે વિચારો કે આ જીવ કેવો ખાલી હશે? ધર્મવાસનાનું બિંદુ પણ નથી, એટલું જ નહિ પણ આચાર્ય બેઠા છે ત્યાં કેરીઓ ભેટ લેવાય છે. આચાર્ય બેઠા છતાં કેરીઓ ભેટ લેવાનું કામ કરે છે તેમાં આચાર્યને આદર કેટલે? બીજી બાજુ આચાર્યને આદર કરે છે કે મહારાજ કેરીઓ લેશે? કેટલો બધો અજ્ઞાની પુરુષ? કેરીનું ભેગું લેવાય છે છતાં આચાર્યને કેરી લ્યો એમ કહે છે. પોતાની અપેક્ષાએ તે ભલે સારું ગણે પણ આચાર્યની અપેક્ષાએ જોવા જાઓ તો તેમને અનાદર જ થએલે ગણાય. કોઈ પણ પ્રકારે અવસ્થા ઉચિત ધર્મ માં જોડવો
વાસ્તવિક રીતિએ આચાર્યને કેરીનું લેવાનું કહેવું તે કેટલી અશાનતા છે! સાથે ચાલ્યો, રસ્તામાં ગચ્છ કે આચાર્યની ખબર લીધી નથી. આવી દશામાં ચોમાસું રહ્યા છે. જ્યાં અનાજની પણ મુશ્કેલી, મૂળીયા, પાંદડાં, ફળ અને ફલથી નિર્વાહ કરવાને વખત તેવા વખતમાં વિશ્વાસ આપેલ છે. જેને આચાર જાગ્યો છે, તેવાની ખબર લીધી નથી. આ પુરૂષ મલિનતામાં કેટલો છે? આવી મલિનતાવાળો માણસ કે જેને આચાર્યનું ઘેર આવવું કાંઈ હિસાબમાં નથી. આચાર્યો સાથમાં આવવા કહયું તેમાં કાંઈ નહિ. આવી દશાને મનુષ્ય પણ જો તે ભગવાન ઋષભદેવજી થયા. અર્થાત કોઈ પણ જીવ પોતે નાસીપાસ થાય તેણે આ ઝષભદેવજીનાં ચરિત્રો યાને વર્તને ધ્યાનમાં લેવા કે જેથી નાસીપાસ ન થવાય. ચાર મહિનાને અંતે શ્રી ધર્મઘોષસૂરીજી પાસે તે આવે છે. છોકરો વીશ વર્ષને હોય તો તેને એમ કહે કે કોઠલામાંથી લઈ લે ૧૦ વર્ષને હોય તો પીરસે, ચાર વરસનો હોય તે કટકા કરી આપે, ને બાળક હોય તે ધવડાવે. તરવમાત્ર પુત્રના પોષણ ઉપર. અર્થાત જે જીવ જે હોય તે રીતે પોષવો તે માબાપનું કામ છે. તેવી રીતે અહીં પણ ધર્મઘોષસૂરિજીનું એક જ કાર્ય, ને તે એ કે જે જીવ જે હેય તેને ગમે તે રસ્તે ધર્મમાં ઉતારવો. બાળક, મધ્યમ કે પંડિતને લાયક ધર્મ કહેવો. છોકરા આગળ ચિત્રની ચકચકાટી વખાણ છો. રેખાઓ વખાણતા નથી કારણ તેને ચિત્ર કે છાપથી રાજી કરે છે. એનાથી આગળ રંગબેરંગીપણું. એનાથી આગળ આગમ. ને મોટો પુરૂષ હોય તે આ ફલાણા રાજ કુમાર છે ઈત્યાદિ અવસ્થા રૂપે સમજાવો છો. એક જ છબી છતાં